Gujarati News

Gujarati News

News of Tuesday, 20th August 2019

એશિયા સોસાયટીના ''૨૧ યંગ લીડર્સ પ્રોગ્રામ''માં ઇન્ડિયન અમેરિકન જર્નાલીસ્ટ સહિત ૪ ભારતીયોને સ્થાન

ન્યુ દિલ્હીઃ એશિઆના જુદા જુદા દેશોના યુવા આગેવાનોની દર વર્ષે પસંદગી કરતી એશિયા સોસાયટીએ સમગ્ર વિશ્વમાં નવીનીકરણ સાથે પ્રેરણા પૂરી પાડનાર ''૨૧ યંગ લીડર્સ પ્રોગ્રામ'' માટે ૩૯ યુવા અગ્રણીઓની પસંદગી કરી છે. જેમાં ભારતીય મૂળના ૪ યુવા આગેવાનોએ સ્થાન મેળવ્યું છે.

આ ૪ યુવા આગેવાનોમાં Buzzfeed Newsના ઇન્ડિયન અમેરિકન જર્નાલીસ્ટ સુશ્રી મેઘા રાજગોપાલન  ભારતના MediaNamaના એડિટર શ્રી નિખિલ પાહવા, મીના મહિલા ફાઉન્ડેશન સુશ્રી સુહાની જલોટા, Ecoware ફાઉન્ટર ઇન્ડો કેનેડીઅન રિયા સિંઘલનો સમાવેશ થયો છે.

ઉલ્લેખનીય છે કે દર વર્ષે આર્ટીસ્ટસ એજ્યુકેટર્સ, જર્નાલીસ્ટસ સાયન્ટિરરસ, અથવા વ્યાવસાયિક સહિતના ક્ષેત્રે વિશિષ્ટ તથા પ્રેરણાદાયી યોગદાન આપનાર એશિઆના વતનીઓને ૨૧ યંગ લીડર્સ પ્રોગ્રામ માટે પસંદ કરવામાં આવે છે.

(8:53 pm IST)
  • સંઘને કારણે ભારતને સ્વતંત્રતા મોડી મળી : ભાજપના નેતા શિવરાજસિંહ ચૌહાણના આરોપના જવાબમાં ગોવા કોંગ્રેસે કહ્યું કે ભારતની આઝાદીમાં મોડું થવાનું મુખ્ય કારણ આરએસએસ છે ; શિવરાજસિંહે કહ્યું હતું કે પુર્તગાલી શાસનથી ગોવાની મુક્તિમાં વિલબનુ કારણ દિવંગત પૂર્વ પીએમ જવાહરલાલ નહેરુ હતા :ગોવાના કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ગિરીશ એ કહ્યું કે સંઘે સ્વતંત્રતા સંગ્રામમાં ભાગ લીધો હૉટ તો આપણને સ્વતંત્રતા વહેલી મળત access_time 1:14 am IST

  • આસામમાં વર્ષોથી ઘુસી ગયેલા વિદેશીઓને દેશનિકાલ કરવા માટે માત્ર ભારતીય નાગરિકોની યાદી દર્શાવતું નેશનલ રજીસ્ટર ઓફ સિટીઝન્સ ( NRC ) ટૂંક સમયમાં બહાર પડવામાં છે.પરંતુ આ યાદીમાં મોટી સંખ્યામાં હિન્દુઓના નામો શામેલ કર્યા નથી તેવી આશંકા સાથે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ તથા હિન્દૂ જાગરણ મંચએ વિરોધ પ્રદર્શન શરૂ કરી દીધું હોવાના વાવડ છે. access_time 12:33 pm IST

  • બીસીસીઆઇએ શ્રીસંત પરનો પ્રતિબંધ ઘટાડી ૭ વર્ષનો કર્યોઃ ૧૯ સપ્ટેમ્બર ર૦ર૦ના રોજ સમાપ્ત થશે બેનઃ અગાઉ આજીવન પ્રતિબંધ હતો access_time 3:55 pm IST