Gujarati News

Gujarati News

News of Saturday, 17th August 2019

''ઝંડા ઊંચા રહે હમારા'': અમેરિકાના વોશીંગ્ટન ડીસીમાં આવેલા ભારતીય દૂતાવાસમાં ત્રિરંગો લહેરાવાયોઃ ૧૫ ઓગ.૨૦૧૯ના રોજ કરાયેલી ભારતના ૭૩મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણીમાં ૫૦૦ ઉપરાંત ભારતીયોએ ત્રિરંગાને સલામી આપી

વોશીંગ્ટન ડીસીઃ અમેરિકાના વોશીંગ્ટન ડીસી મુકામે આવેલા ભારતીય દૂતાવાસમાં ૧૫ ઓગ.૨૦૧૯ના રોજ ભારતનો ૭૩મો સ્વાતંત્ર્યદિન ઉજવાયો હતો. જેમાં ૫૦૦ ઉપરાંત કોમ્યુનીટી મેમ્બર્સ સહિત જુદા જુદા ક્ષેત્રોના મહાનુભાવો હાજર રહ્યા હતા.

ભારતના એમ્બેસેડર શ્રી હર્ષ વી.શ્રીંગલાએ ત્રિરંગો લહેરાવ્યો હતો. તથા ભારતના રાષ્ટ્રગીતનું ગાન કરાયું હતું. બાદમાં ભારતના રાષ્ટ્રપતિનો શુભેચ્છા સંદેશ વાંચી સંભળાવાયો હતો. તેમજ દેશભકિત સભર ગીતો અને સાંસ્કૃતિક કાર્યક્રમોના આયોજનો કરાયા હતા.

આ દિવસે મહાત્મા ગાંધીના ૧૫૦મા જન્મદિવસ વર્ષની ઉજવણી નિમિતે તેમના જીવન અને સંદેશ દર્શાવતું પ્રદર્શન મહાત્મા ગાંધી પાર્ક ખાતે ખુલ્લુ મુકાયુ હતું.

(7:30 pm IST)