Gujarati News

Gujarati News

News of Saturday, 17th August 2019

અમેરિકામાં ૧૪ સપ્ટેં.૨૦૧૯ના રોજ નવરાત્રિ ગરબા તથા દાંડીયા રાસની રમઝટ બોલશેઃ વલ્લભધામ હવેલી વૈશ્નવ પરિવાર ઓફ કનેકટીકટના ઉપક્રમે ન્યુ બ્રિટન ફુટબોલ સ્ટેડીયમમાં ઉજવાનારો ઉત્સવઃ સુપ્રસિધ્ધ ગરબા સિંગર અચલ મહેતા મોડી રાત સુધી ખેલૈયાઓને ગરબે ધુમાવશે

(દિપ્તીબેન જાની દ્વારા) ન્યુજર્સીઃ યુ.એસ.માં વલ્લભધામ હવેલી, વૈશ્નવ પરિવાર ઓફ કનેકટીકટના ઉપક્રમે આગામી ૧૪ સપ્ટેં. શનિવારના રોજ ભવ્ય તથા સૌથી મોટા એવા નવરાત્રિ ગરબાનું આયોજન કરાયું છે.

૮ હજાર લોકોની કેપેસીટી ધરાવતા કનેકટીકટમાં આવેલા ન્યુ બ્રિટન ફુટબોલ સ્ટેડીયમમાં આઉટડોર ગરબા યોજાશે જેનો સમય સાંજે ૬.૩૦ વાગ્યાથી મધ્યરાત્રિ સુધીનો રહેશે. જેમાં કનેકટીકટ તથા ન્યુઇંગ્લેંડમાં વસતા ભારતીયો ઉમટી પડશે. જયા ગરબા તથા દાંડીયા રાસની રમઝટ બોલાવવા સુપ્રસિધ્ધ ગરબા સિંગર શ્રી અચલ મહેતા ખેલૈયાઓને મોડી રાત સુધી ઘુમાવશે.

આ નવરાત્રિ ગરબા દાંડીયા રાસમાં શામેલ થવા અગાઉથી ઓનલાઇને રજીસ્ટ્રેશન કરાવી લેનારાઓ માટે ફ્રી પાર્કિગ સાથે ૧૨ ડોલર ફી તથા સ્થળ ઉપર ટિકિટ લેનારાઓ માટે ફ્રી પાર્કિગ સાથે  ૧૫ ડોલર ફી રાખવામાં આવી છે. પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે વિનામૂલ્યે પ્રવેશ છે.

ઉત્સવમાં વિવિધ વસ્તુઓના વેચાણ માટે તથા સ્પોન્શરશીપ માટે શ્રી રાજીવ દેસાઇ ૮૬૦-૭૯૬-૨૧૬૨, શ્રી રાહુલ દેસાઇ ૮૬૦-૯૧૯-૨૫૬૦ અથવા શ્રી સંજય શાહનો કોન્ટેક નં.૮૬૦-૭૨૯-૮૯૨૧ ઉપર સંપર્ક સાધવા જણાવાયું છે.

(7:24 pm IST)