Gujarati News

Gujarati News

News of Friday, 16th August 2019

''ગણેશ ઉત્સવ'' ઃ અમેરિકામાં શ્રી દ્વારકાધિશ મંદિર, પાર્લિન ન્યુજર્સી મુકામે ર સપ્ટે. થી ૮ સપ્ટે. ર૦૧૯ દરમિયાન ઉજવાનારો ઉત્સવઃ દૈનંદિન ગણેશ પૂજા, આરતી તથા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશેઃ ૮ સપ્ટે. રવિવારે ગણેશ વિસર્જન તથા કાર્યસિદ્ધિ હવન

 

(દિપ્તીબેન જાની દ્વારા) ન્યુજર્સીઃ  અમેરિકામાં શ્રી ભકિતનિધી ઇન્કના ઉપક્રમે શ્રી દ્વારકાધિશ મંદિર, ૭૧૭ વોશિંગ્ટન રોડ ,પાર્લિન ન્યુજર્સી મુકામે આગામી સપ્ટે. થી સપ્ટે. ર૦૧૯ દરમિયાન સૌપ્રથમવાર ''ગણેશ ઉત્સવ'' ઉજવાશે.

ઉત્સવ અંતર્ગત દૈનંદિન પૂજા તથા આરતી થશે. ૧૭ ફૂટની ભગવાન ગણેશની મૂર્તિ મુકાશે. તેમજ નાની મુર્તિ પણ મુકાશે. તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. ઉપરાંત ફુડ તથા નોન ફુડ બુથ્સના પણ આયોજન કરાયા છે. બાદમાં સપ્ટે. ના રોજ ભગવાન ગણેશની નાની મુર્તિનું પાણીમાં વિસર્જન કરાશે. મંદિરમાં સપ્ટે. ર૦૧૯ રવિવારના રોજ સવારે ૧૦ વાગ્યાથી ૧૧-૩૦ વાગ્યા દરમિયાન માળા વિધી કરાશે. તથા  પૂજય ગાયત્રી માતૃશ્રી સુખી, સમૃદ્ધ તથા તંદુરસ્ત જીવન માટે કાર્ય સિદ્ધિ હવન કરાવશે તથા ભકતો તેમાં મંત્ર સાથે આહુતિ આપી શકશે.

માટે ફ્રુટ તથા જયુસ સાથે ઉપવાસ કરવાનો રહેશે. તેમજ પુરુષોએ કલરીંગ લેંઘો તથા મહિલાઓએ પીળી અથવા ઓરેન્જ કલરની સાડી સાથે કપાળમાં બિંદી અને વાળમાં ફુલની વેણી નાખવાની રહેશે.

વિશેષ માહિતી કોન્ટેકટ નં. 732-325-3535  દ્વારા સવારે વાગ્યાથી રાત્રિના વાગ્યા દરમિયાન મેળવી શકાશે તેવું મંદિરની યાદીમાં જણાવાયું છે.

(10:08 pm IST)