Gujarati News

Gujarati News

News of Friday, 16th August 2019

નેધરલેન્ડમાં ભારે ઉમંગભેર ભારતનો 73 મો સ્વાતંત્ર્ય દિન ઉજવાયો : ભારતીય દૂતાવાસના ઉપક્રમે કરાયેલી ઉજવણીમાં 700 ઉપરાંત વતનપ્રેમીઓ ઉમટી પડ્યા

નેધરલેન્ડ : નેધરલેન્ડમાં 15 ઓગસ્ટના રોજ ભારે ઉમંગભેર ભારતનો 73 મો સ્વાતંત્ર્ય દિન ઉજવાઈ ગયો.ઇન્ડિયા હાઉસ ખાતે કરાયેલી ઉજવણીમાં સૌપ્રથમવાર મોટી સંખ્યામાં 700 ઉપરાંત વતનપ્રેમીઓ ઉમટી પડ્યા હતા.ભારતના રાજદૂત શ્રી વેણુ રાજમોનીએ ત્રિરંગો લહેરાવ્યો હતો.તથા રાષ્ટ્રગીતનું ગાન કરાયું હતું બાદમાં ભારતના રાષ્ટ્રપતિનો પ્રજાજોગ સંદેશ વાંચી સંભળાવાયો હતો.દેશભક્તિ સભર ગીતો સાથે રંગે ચંગે ઉજવણી સંપન્ન થઇ હતી.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(8:24 pm IST)