Gujarati News

Gujarati News

News of Monday, 20th August 2018

''મનુષ્ય વધ'': અમેરિકાના ન્યુજર્સીમાં ગ્રોસરી સ્ટોર ચલાવતા ૫૫ વર્ષીય શીખ બિઝનેસમેન ટેલ્લોક સિંઘની હત્યાઃ સ્ટોરમાંથી છાતી ઉપર છરીના ઘા સાથેનો મૃતદેહ મળી આવ્યો

ન્યુજર્સીઃ યુ.એસ.ના ઇસ્ટ ઓરેન્જ ન્યુજર્સીમાં ગ્રોસરી સ્ટોર ચલાવતા ઇન્ડિયન અમેરિકન પપ વર્ષીય બિઝનેસમેન ટેલ્લોક સિંઘનો મૃતદેહ સ્ટોરમાંથી ૧૬ ઓગ.ના રોજ મળી આવ્યો છે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

તેમના પિતરાઇ ભાઇ તથા સ્ટોરના સહમાલિક કર્નેલસિંઘએ ટેલ્લોક સિંઘના મૃતદેહને સ્ટોરના બાથરૂમમાં જોતા છાતી ઉપર છરીનો ઘા જોયો હતો.

એસેકસ કાઉન્ટી ન્યુજર્સી પ્રોસિકયુટર ઓફિસ દ્વારા બનાવની તપાસ થઇ રહી છે. જે પ્રાથમિક તબક્કે મનુષ્ય વધનો ગૂનો જણાય છે. જો કે હજુ હુમલાનું તથા મૃત્યુનું કારણ જાણવાનું બાકી હોવાનું જણાવ્યું છે.

શીખ કોલીશનના શ્રી સિમરન જીતએ મૃતકના પરિવારને આશ્વાસન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે છેલ્લા બે સપ્તાહમાં શીખો ઉપરનો આ  ત્રીજો હુમલો છે.

(7:51 pm IST)