Gujarati News

Gujarati News

News of Monday, 20th July 2020

' કોવિદ -19 ' મહામારી વચ્ચે છેલ્લા 4 માસથી વતનના નાગરિકોની વહારે : ઇન્ડિયન અમેરિકન દંપતિ શ્રી આકાશ પટેલ અને સુશ્રી નવનીત કૌર : કોરોના કહેરને કારણે રોજી રોટી ગુમાવી ચૂકેલા ગુજરાત અને હરિયાણાના લોકોને રાશન પૂરું પાડવાની અણમોલ સેવા

અમદાવાદ : અમેરિકાના ફ્લોરિડામાં સ્થાયી થયેલા ગુજરાતના વતની શ્રી આકાશ પટેલ અને તેમના પત્ની હરિયાણાના વતની સુશ્રી નવનીત કૌરએ કોવિદ -19 મહામારી વચ્ચે છેલ્લા 4 માસથી વતનના નાગરિકો માટે મદદરૂપ થવાનું પ્રેરણાદાયી કાર્ય કર્યું છે.
 રોજીરોટી ગુમાવી ચૂકેલા લોકોને અનાજ તથા જીવન જરૂરિયાતની વસ્તુઓ પુરી પાડવાનું કૃત્ય સ્થાનિક પોલીસની સહાયથી સફળ થઇ શક્યું છે.તેથી તેઓએ બંને સ્ટેટના પોલીસ ડિપાર્ટમેન્ટનો આભાર માન્યો હતો.
વિદેશમાં સ્થાયી થયેલા આ દંપતીએ વતનનું ઋણ ચુક્વ્યાનો સંતોષ મેળવ્યો છે.

(7:12 pm IST)