Gujarati News

Gujarati News

News of Monday, 20th July 2020

ચીનમાં ઉઇગર મુસલમાનોના માનવ અધિકાર ભંગનો મામલો : હવે અમેરિકા પછી બ્રિટન પણ ખફા : ફરજીયાત નસબંધી ,ગર્ભપાત ,સહિતની બાબતોની ઉઠી રહેલી ફરિયાદો અંગે કડક પગલાં લેવાની બ્રિટનની ધમકી

લંડન : ચીનમાં ઉઇગર મુસલમાનોના માનવ અધિકાર ભંગ બદલ અમેરિકાએ નારાજગી દર્શાવ્યા બાદ હવે બ્રિટને પણ ચીન સામે મોરચો માંડયો છે.
બ્રિટનના વિદેશ મંત્રી ડૉબીનીક રાબે આ અંગે અન્ય દેશોની સહાય લઈને પણ કડક પગલાં લેવાની ધમકી આપી છે.
તેમણે જણાવ્યું હતું કે ચીનમાં ઉઇગર મુસ્લિમ મહિલાઓને ફરજીયાત ગર્ભપાત કરાવવા ફરજ પાડવામાં આવે છે.તેમજ પુરુષોની ફરજીયાત નસબંધી કરાય છે.
આ બાબત માનવ અધિકારના ભંગ સમાન છે.જે કોઈપણ સંજોગોમાં ચલાવી શકાય નહીં તે માટે જે જવાબદાર હોય તેના ઉપર કડક પગલાં લેવા જોઈએ.

(1:50 pm IST)