Gujarati News

Gujarati News

News of Friday, 19th July 2019

''ટોપ એથનિક માઇનોરીટી એકઝીકયુટીવ્સ ર૦૧૯'' અમેરિકા, કેનેડા, યુ.કે. સહિતના દેશોના લઘુમતિ કોમના ટોપ ૧૦૦ બિઝનેસ એકઝીકયુટીવ્સમાં ભારતીય મૂળના વ્યાવસાયિકોનો દબદબોઃ માસ્ટર કાર્ડના CEO શ્રી અજય બાંગા પ્રથમ ક્રમે

યુ.એસઃ એમ્પાવર તથા યાહૂ ફાઇનાન્સએ ટોપ-૧૦૦  એથનિક માઇનોરીટી એકઝીકયુટીવ્સની ર૦૧૯ ની સાલની યાદી જાહેર કરી છે. જેમાં ઇન્ડિયન અમેરિકન, સાઉથ એશિયન અમેીરકન સહીતના બિઝનેસ એકઝીકયુટીવ્સએ સ્થાન મેળવ્યું છે.

આ યાદીમાં ટોપ ટવેન્ટીમાં સ્થાન હાંસલ કરનાર ભારતીય મૂળના એકઝીકયુટીવ્સમાં પ્રથમ ક્રમે માસ્ટર કાર્ડના CEO  શ્રી અજય બાંગા છે. યુનિલીવરના સુશ્રી લીના નાયર પાંચમા ક્રમે, EYEYEYEYEY પાર્ટનર શ્રી સંજય ભંડારી સાતમા, બર્કલે બેંકના શ્રી જગદીપ રાય ૧૪ મા તથા  યુ.કે. ની સેઇન્સ બ્યુરી સુપર માર્કેટના શ્રી ડો. રાજ પટેલ ૧પ માં બ્રિટીશ બેંકર તથા ફાઇનાન્સીયર શ્રી કમલ હોથી ૧૬ મા તથા ચેરીટીઝ એટ બર્કલેના શ્રી નઝરીન વિશ્રામ ર૦ માં ક્રમે છે. તમામ ૧૦ માઇનોરીટી ટોપ એકઝીકયુટીવ્સમાં યુ.એસ. યુ.કે. આયર્લેન્ડ, યુરોપ, કેનેડા, સહિતના દેશોના લઘુમતિ કોમના બિઝનેસ અગ્રણીઓનો સમાવેશ કરાયો છે.

(9:10 pm IST)