Gujarati News

Gujarati News

News of Wednesday, 17th July 2019

યુ.એસ.ના એરિઝોના ૬ઠ્ઠા ડીસ્ટ્રીકટના કોંગ્રેસના ઉમેદવાર ઇન્ડિયન અમેરિકન સુશ્રી હિરલ ટીપરનેનીને મળી રહેલો જબ્બર પ્રતિસાદઃ ઉમેદવારી પત્રક ભર્યાના પ્રથમ કવાર્ટરમાં જ ૪ લાખ ૪૦ હજાર ડોલરનું ફંડ ભેગુ થઇ ગયુ

એરિઝોનાઃ યુ.એસ.માં એરિઝોના ૬ઠ્ઠા ડીસ્ટ્રીકટના કોંગ્રેસના ઉમેદવાર ઇન્ડિયન અમેરિકન મહિલા સુશ્રી હિરલ ટીપરનેનીએ તેમના ચૂંટણી પ્રચારના પ્રથમ કવાર્ટરમાં ૪ લાખ ૪૦ હજાર ડોલરનું ફંડ ભેગુ કરી લીધુ છે. આટલી રકમ ઉપરોકત સીટ ઉપરથી પ્રથમ કવાર્ટરમાં ભેગી કરી લેનાર તેઓ સૌપ્રથમ ઉમેદવાર છે.

એપ્રિલ માસમાં ઉમેદવારી જાહેર કર્યા બાદના આટલા ટુંકા ગાળામાં આટલી રકમ ભેગી કરી આપવા બદલ તેમણે મતદારોનો આભાર માન્યો હતો.

ઉલ્લેખનીય છે કે ઉપરોકત રકમમાંથી ૯૦ રકમ ૧૦૦ ડોલર કે તેથી ઓછુ ફંડ આપનાર મતદારોની છે. જે સુશ્રી હિરલ ઉપરના લોકોના વિશ્વાસ સમાન છે.

(9:04 pm IST)