Gujarati News

Gujarati News

News of Wednesday, 17th July 2019

''ડોમેસ્ટીક વર્કર્સ બિલ ઓફ રાઇટસ એકટ'': અમેરિકામાં બીજા લોકોના ઘેર જઇ તેમના બાળકો સાચવવા, ઘરની સફાઇ કરવી, સહિત વિવિધ સેવાઓ આપતા કામદારોના હિતોની સુરક્ષા માટેનું બિલઃ ૧૫ જુલાઇ ૨૦૧૯ના રોજ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટીવ્સમાં મુકાયું: ઇન્ડિયન અમેરિકન કોંગ્રેસ વુમન સુશ્રી પ્રમિલા જયપાલ તથા સેનેટર સુશ્રી કમલા હેરીસની જહેમતથી પ્રસ્તાવ રજ

અમેરિકામાં બીજા લોકોના ઘરોમાં સેવાઓ આપવા જતા કામદારોના હિતોની સુરક્ષા માટેનું ''ડોમેસ્ટીક વર્કર્સ બિલ ઓફ રાઇટસ  એકટ'' ૧૫ જુલાઇના રોજ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટીવ્સમાં રજુ કરાયું હતું. જે મુકવા માટે ઇન્ડિયન અમેરિકન કોંગ્રેસ વુમન સુશ્રી પ્રમિલા જયપાલ તથા સેનેટર સુશ્રી કમલા હેરીસએ જહેમત ઉઠાવી હતી.

આ ડોમેસ્ટીક વર્કમાં બીજાના ઘેર જઇ તેમના બાળકો સાચવવા, વડીલોની સુશ્રુષા કરવી, ઘરની સાફસુફી કરવી, સહિતના કામોનો સમાવેશ થાય છે. જે કામ માટે અમેરિકામાં ર લાખ જેટલા લોકો કાર્યરત છે જેમાં મોટા ભાગની  મહિલાઓ તથા અમુક અંશે પુરૂષો શામેલ છે. જેઓ લઘુમતિ કોમમાંથી આવે છે.

આ ડોમેસ્ટીક વર્કર્સની નોકરીની સલામતિ, આરોગ્ય, શિક્ષણ, વીમો, સહિતની સુરક્ષા ઉપરાંત તેમનું જાતિય શોષણ ન થાય તેમજ તેઓને કામ વખતે ઇજા થાય તો તે માટેની સુવિધા સહિતની બાબતોનો સમાવેશ ઉપરોકત બિલમાં કરાયો છે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(9:01 pm IST)