Gujarati News

Gujarati News

News of Friday, 20th July 2018

અમેરિકાના કેલિફોર્નિયામાં રપ મું વાર્ષિક ‘‘ આંતર રાષ્‍ટ્રિય સિંધી સંમેલન '' યોજાયું: ઇન્‍ડિયન અમેરિકન્‍સ સહિત વિશ્વભરમાંથી ૭૦૦ જેટલા સિંધી ભાઇ બહેનોની હાજરીઃ સિંધી સંસ્‍કૃતિ, ભાષા તથા સંગઠનના વ્‍યાપનો હેતુ

કેલિફોર્નિયાઃ અમેરિકાના  સાન્‍તા કલારા કેલિફોર્નિયામાં  આવેલી હયાત રિજન્‍સી હોટલ ખાતે તાજેતરમાં પ થી ૮ જુલાઇ ર૦૧૮ દરમિયાન  રપ મું વાર્ષિક  આંતરરાષ્‍ટ્રીય  સિંધી સંમેલન મળી ગયું. જેમાં  ઇન્‍ડિયન અમેરિકન્‍સ સહિત વિશ્વભરના સાતસો જેટલા સિંધી ભાઇ બહેનોએ હાજરી આપી હતી.

સિંધી  કોમ્‍યુનીટી  ઓફ નોર્ધન કેલિફોર્નિયા તથા ગ્‍લોબલ સિંધી એશોશિએશનના  ઉપક્રમે યોજાયેલા આ ૪ દિવસીય સંમેલનમાં દાદા વાસવાણીની ૧૦૦મી  જન્‍મ જયંતિ વર્ષની ઉજવણી કરાઇ હતી. જો કે આ  સંમેલન પુરૂ થયા બાદ ૧ર જુલાઇના  રોજ દાદા વાસવાણીનું  અવસાન થયું હતુ.ં

દર વર્ષે યોજાતા સંમેલનનો હેતુ સિંધી સંસ્‍કૃતિ, ભાષા, નાગરિકત્‍વ તથા સંગઠન સાથે ભાવિ પેઢીના  ઘડતરનો હોવાનું એશોશિએશનના વાઇસ પ્રેસિડન્‍ટ શ્રી કંચન ધરમાણીએ જણાંવ્‍યુૅ હતું.  તથા ભારતીય સિંધી ટેમ્‍પલનું નિર્માણ  કરવાનો ઠરાવ કરાયો હતો. ઉપરાંત ભારત સરકારમાં  ઓછામાં ઓછી  ર સીટ  સિંધી સભ્‍યોની  હોવી જોઇએ તેવું નકકી કરાયું હતુ.

સંમેલનમાં  સાંસ્‍કૃતિક કાર્યક્રમો, ઉદબોધનો, સેમિનાર, સહિત  વિવિધ  આયાજનો કરાયા હતા. આગામી ર૦૧૯ ની સાલનું સંમેલન સ્‍પેનમાં યોજાશે.

 

(10:03 pm IST)