Gujarati News

Gujarati News

News of Saturday, 20th June 2020

યુ.એસ.ના નેશનલ સાયન્સ ફાઉન્ડેશન ડિરેક્ટર તરીકે ઇન્ડિયન અમેરિકન સંશોધક સેથુરામન પંચનાથનને સેનેટની બહાલી : 2 જુલાઈના રોજ સોગંદવિધિ

વોશિંગટન : યુ.એસ.ના નેશનલ સાયન્સ ફાઉન્ડેશન ડિરેક્ટર તરીકે 18 જૂનના રોજ  ઇન્ડિયન અમેરિકન સંશોધક સેથુરામન પંચનાથનને સેનેટની બહાલી મળી છે.
તેઓ બરાક ઓબામાના કાર્યકાળથી ફાઉન્ડેશનના બોર્ડ સાથે જોડાયેલા હતા.તેમના નામને સેનેટે સર્વાનુમતે બહાલી આપી દીધી છે.
વર્તમાન પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પએ તેમને ઉપરોક્ત હોદા ઉપર જાન્યુઆરી માસમાં  નિમણુંક આપી હતી.હવે સેનેટની બહાલી મળી જતા તેઓ નિમણુંક ઉપર હસ્તાક્ષર કરી આપશે.

સોગંદવિધિ 2 જુલાઈના રોજ થશે 

(5:43 pm IST)