Gujarati News

Gujarati News

News of Saturday, 20th June 2020

20 જૂન :" વર્લ્ડ રેફ્યુજી ડે " : પાકિસ્તાનમાંથી વતન ભારતમાં સ્થાયી થયેલા લોકો ખુશ : વતનમાં આવ્યા પછી નવો જન્મ મળ્યો હોવાની લાગણી વ્યક્ત કરી

ન્યુદિલ્હી : આજ 20 જૂનના રોજ વર્લ્ડ રેફ્યુજી ડે નિમિતે ગઈકાલે પાકિસ્તાનથી ભારત આવેલા લોકોના પત્રકારોએ લીધેલા ઇન્ટરવ્યૂ દરમિયાન જાણવા મળેલી વિગત મુજબ આ લોકો વતન ભારતમાં આવ્યા પછી નવો જન્મ મળ્યો હોય તેવું માને છે.
ખાસ કરીને મોદી સરકારે કરેલા નવા કાયદા મુજબ જે લોકો ભારતના નાગરિક બનવા લાયક છે તેઓ આ કાયદાથી વધુ ખુશ છે.જોકે નવા કાયદામાં મુસ્લિમ સિવાયના લોકોને નાગરિકત્વ આપવાની જોગવાઈ હોવાથી અનેક જગ્યાએ ખાસ કરીને દિલ્હીમાં વધુ વિરોધ નોંધાયો હતો.તેમછતાં વિશાળ સંખ્યામાં આવેલા હિંદુઓ ,શીખો ,સહિતની કોમે આ કાયદાને વધાવી લીધો હોવાનું મંતવ્ય વ્યક્ત કર્યું હતું
ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનમાં છાશવારે હિન્દૂ ,શીખ ,સહિતની લઘુમતી કોમની યુવતીઓના  અપહરણ ,ધર્માન્તર ,તથા ફરજીયાત શાદી કરવાના બનાવો આજની તારીખમાં પણ ચાલુ હોવાનું જાણવા મળે છે. 

(1:43 pm IST)