Gujarati News

Gujarati News

News of Thursday, 20th June 2019

યુ.એસ.માં ૫ જુન ૨૦૧૯ના રોજ ‘‘એન્‍વાયરમેન્‍ટ ડે'' ઉજવાયોઃ કોન્‍સ્‍યુલેટ જનરલ ઓફ ઇન્‍ડિયા શિકાગો તથા સ્‍કીકી વિલેજના સંયુક્‍ત ઉપક્રમે કરાયેલી ઉજવણીમાં ગાંધી સ્‍ટેચ્‍યુ પાસે વૃક્ષારોપણ કરાયું: ‘‘રઘુપતિ રાઘવ રાજા રામ'' ‘‘તથા'' ભારત માતાકી જય''ના નારા સાથે મહાત્‍મા ગાંધીના ૧૫૦ જન્‍મ જયંતિ વર્ષની ઉજવણી કરાઇ

શિકાગોઃ યુ.એસ.માં પ જુન ૨૦૧૯ બુધવારના રોજ સ્‍કીકીમાં આવેલા મહાત્‍મા ગાંધીના સ્‍ટેચ્‍યુ પાસે વર્લ્‍ડ એન્‍વાયરમેન્‍ટ ડે, મહાત્‍મા ગાંધીના ૧૫૦મા જન્‍મ જયંતિ વર્ષ, ગાંધી મેમ્‍બર્સ ઓફ શિકાગો, કોન્‍સ્‍યુલેટ જનરલ ઓફ ઇન્‍ડિયા, શિકાગો, તથા સ્‍કીકી વિલેજના સંયુક્‍ત ઉપક્રમે ‘વૃક્ષારોપણ' પ્રોગ્રામ યોજાઇ ગયો.

અમેરિકામાં ૫ જુનનો દિવસ ‘એન્‍વાયરમેન્‍ટ ડે' તરીકે ઉજવવાનું એલાન કરાયું હતું. જેના અનુસંધાને CGI શિકાગો શ્રી સુધાકર દલેલાએ સહુને વૃક્ષારોપણમાં જોડાવા અનુરોધ કર્યો હતો. જેના અનુસંધાને ઉપરોક્‍ત આયોજન કરાયું હતું. જેમાં સ્‍કીકી મેયર, CGI તથા તેમના પત્‍ની સુશ્રી નમ્રતાજી કોન્‍સ્‍યુલેટ સ્‍ટાફ MAFSના સુશ્રી શાંતા કુમારના નેતૃત્‍વ હેઠળ વિશાળ સંખ્‍યામાં આમંત્રિતો જોડાયા હતા.

માસ્‍ટર ઓફ સેરિમની શ્રી સતીષ ચંદરએ રઘુપતિ રાઘવ રાજા રામના ગાન સાથે પ્રોગ્રામની શરૂઆત કરાવી ભારત માતા કી જય બોલાવડાવી  હતી. CGI તથા મેયરએ એન્‍વાયરમેન્‍ટ ડેનું મહત્‍વ સમજાવતું ઉદબોધન કર્યુ હતું. તથા ગાંધી સ્‍ટેચ્‍યુ આજુબાજુ પાંચ છોડનું વાવેતર કરાયું હતું.

MAFS ના ઉપક્રમે ઉપસ્‍થિતો માટે ચા-પાણી તથા રીફ્રેશમેન્‍ટની વ્‍યવસ્‍થા કરાઇ હતી. ઞ્‍પ્‍ઘ્‍ ચેરપર્સન થતઆ એમ.ડી.ડો.સી.એમ. મોદીએ સહુ આમંત્રિતો તથા એશિયા મિડીયા USAનો કવરેજ બદલ આભાર માન્‍યો હતો. તેવું શ્રી સુરેશ તથા સુશ્રી ઉષા બોડીવાલાની યાદી જણાવે છે.

(9:52 pm IST)