Gujarati News

Gujarati News

News of Thursday, 20th June 2019

યુ.એસ.માં IHCNJ ના ઉપક્રમે સતત ૨૧મા વર્ષે ફ્રી હેલ્‍થ ફેર યોજાયોઃ બાલાજી ટેમ્‍પલ, બ્રિજવોટર મુકામે ૧૬ જુનના રોજ યોજાઇ ગયેલા કેમ્‍પનો ૧૨૫ ઉપરાંત દર્દીઓએ લાભ લીધોઃ આગામી ફ્રી હેલ્‍થફેર ૧૫ સપ્‍ટેં ૨૦૧૯ના રોજ દુર્ગા મંદિર, પ્રિન્‍સેટોન ન્‍યુજર્સી મુકામે

(દિપ્તીબેન જાની દ્વારા) ન્‍યુજર્સીઃ યુ.એસ.માં સાઉથ એશિઅન કોમ્‍યુનીટીના આરોગ્‍યની સુરક્ષા માટે છેલ્લા ૨૦ વર્ષથી કાર્યરત નોનપ્રોફિટ ‘‘ઇન્‍ડિયન હેલ્‍થ કેમ્‍પ ઓફ ન્‍યુજર્સીના ઉપક્રમે ૧૬ જુન ૨૦૧૯ રવિવારના રોજ સતત ૨૧મા વર્ષે હેલ્‍થફેર યોજાઇ ગયો.

બાલાજી ટેમ્‍પલ બ્રિજવોટર સાથેના સંયુક્‍ત ઉપક્રમે વેંકટેશ્વર ટેમ્‍પલ (બાલાજી ટેમ્‍પલ) ખાતે યોજાઇ ગયેલા ઉપરોક્‍ત હેલ્‍થફેરનો ઇન્‍સ્‍યુરન્‍સ નહીં ધરાવતા ઓછો ધરાવતા ૧૨૫ ઉપરાંત લોકોએ લાભ લીધો હતો.

૪૦ વર્ષથી વધુ વયના તથા અગાઉથી રજીસ્‍ટ્રેશન કરાવી હાજર રહેનારા આ દર્દીઓના બ્‍લડ ટેસ્‍ટ,EKG, વિઝન સ્‍ક્રિીનીંગ, ડાયાબિટીક,ફીઝીકલ એકઝામિનેશન, કાર્ડિયોલોજી, તથા જુદા જુદા પ્રકારના કેન્‍સરના નિદાન કરી અપાયા હતા તેમજ રોગો થતાં અટકાવવા માર્ગદર્શન આપવામાં આવ્‍યું હતું.

ઉપરાંત SAMHIN દ્વારા મેન્‍ટલ હેલ્‍થ સ્‍ક્રિનીંગ કરી અપાયું હતું. આ હેલ્‍થફેરમાં જુદા જુદા રોગોના નિષ્‍ણાંત તબીબો, તથા હેલ્‍થકેર વ્‍યાવસાયિકો, EKG ટેકનીશીઅન્‍શ, મેડીકલ આસીસ્‍ટન્‍ટસ, નર્સીસ, સોશીઅલ વર્કર્સ, મેડીકલ સ્‍ટુડન્‍ટસ, ફાર્માસીટસ, ડાએટીશીઅન્‍શ, સહિતનાઓએ સેવાઓ આપી હતી તથા માર્ગદર્શન આપ્‍યું હતું.

બ્‍લડ ટેસ્‍ટ રિપોર્ટ નોંધ સાથે ડાયરેકટ દર્દીઓને મોકલી અપાશે. ન્‍યુજર્સી સ્‍ટેટ કમીશન ફોર બ્‍લાઇન્‍ડએ પણ સેવાઓ આપી હતી. તથા આંખોનું નિદાન કરી આપ્‍યું હતું બ્‍લડ ટેસ્‍ટ LabCorp દ્વારા IHCNJને મામૂલી દરે કરી અપાયા હતા.

ઇન્‍ડિયન હેલ્‍થકેમ્‍પ ઓફ ન્‍યુજર્સીની ટીમ તથા વોલન્‍ટીઅર્સ ભાઇ બહેનોએ આખો દિવસ નિસ્‍વાર્થ સેવાઓ પૂરી પાડી હતી. બાલાજી ટેમ્‍પલએ તમામ ઉપસ્‍થિતો માટે ચા,કોફી,નાસ્‍તો તથા લંચ પૂરા પાડયા હતા.

આગામી હેલ્‍થફેર ૧૫ સપ્‍ટેં.૨૦૧૯ રવિવારના રોજ દુર્ગા મંદિર, પ્રિન્‍સેટોન, ન્‍યુજર્સી મુકામે યોજાશે.

તથા વર્ષનો છેલ્લો કેમ્‍પ ૩ નવેં. ૨૦૧૯ રવિવારના રોજ શ્રી સ્‍વામિનારાયણ મંદિર, સિકોસસ, ન્‍યુજર્સી મુકામે યોજાશે. રજીસ્‍ટ્રેશન WWW.IHCNJ.org દ્વારા કરાવી શકાશે. તેવું IHCNJ પ્રેસિડન્‍ટ ડો. તુષાર પટેલની યાદીમાં જણાવાયું છે.

(9:51 pm IST)
  • 'વ્હેલની ઉલટી' તરીકે ઓળખાતા ૧.૭ કરોડના અંબર સાથે કચ્છનો લલીત વ્યાસ મુંબઈમાંથી ઝડપાયો મુંબઈના ઘાટકોપરમાંથી પોલીસે ૧ કરોડ ૭ લાખની કિંમતનું ૧.૧૩ કિ.ગ્રા. અંબર જપ્ત કર્યુ છે : આ માલ કચ્છનો લલીત વ્યાસ (ઉ.૪૪) મુંબઈમાં વેચવા આવ્યો હતો : લલીતે નાગપુરના ૫૨ વર્ષીય રાહુલ દુપારેને અંબરનો જથ્થો આપ્યો હતો : સમુદ્રનો ખજાનો કે તરતુ સોનુ ગણાય છે અંબર access_time 5:51 pm IST

  • આવતીકાલે સાંજે ૬ વાગ્યે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની હાજરીમાં યોગ દિનની ઉજવણી થશે : ૧૦૦૦ જેટલા સાધુ - સંતો આ પ્રસંગે જોડાશે : કાલે બપોરે ૩ પછી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસીઓ માટે પ્રતિબંધ access_time 4:39 pm IST

  • અમદાવાદના કાકરિયા વાણિજ્ય ભવન પાસે આવેલ પેટ્રોલપંપ પરની ઘટના:પંપ મા કામ કરતા ૪૫ વષઁના કમઁચારીની લાશ પંપના પાણી ટાંકીની અંદરથી મળી આવી:યુવકના મોત અંગે અનેક તકઁવિતકો : યખડની પીર બાવાની ચાલીમા રહેતો હતો" મૃતક ઈમામ પઠાણની લાશને પી એમ માટે મોકલવાની તજવીજ હાથ ધરાઈ access_time 11:10 pm IST