Gujarati News

Gujarati News

News of Thursday, 20th June 2019

" રવાન્ડા સફરનામાં " : આફ્રિકા ખંડના ટચુકડા દેશના લોકોનું કુદરતના સાનિધ્ય સાથેનું જીવન : આધુનિક સુવિધાઓના અભાવ વચ્ચે મોજ મસ્તીથી જીવી રહેલી પ્રજાના જીવનમાં ડોકિયું

રવાન્ડા :રવાન્ડિયન લોકજીવન શ્રી  તખુભાઈ સાંડસુરની કલમે

હમ કાલે હૈ તો ક્યા હુઆ દિલવાલે હૈ ' "ગુમનામ" નું શૈલેન્દ્રજીનું ગીત રવાંડાની પ્રજાને બરાબર બંધ બેસે છે.તમને ત્યાં લગભગ તમામ લોકો ફ્લાઈંગ સ્માઇલ કરતાં જોવા મળે છે. એનો પહેલો અનુભવ મને રવાન્ડએરની હવાઈચારિકાની ઓળખથી થયો. પ્રજા છે તો માંસાહારી પરંતુ તો પણ આટલી શાલીન કેમ એવો પ્રશ્ન જરૂર થાય.

                રવાન્ડા અને તેની આસપાસના દેશોમાં પણ યુગોથી જંગલપેદાશ ઉપર સૌ કોઈ નિર્ભર હતા. કદાચ આજે પણ છે.લગભગ વનવાસીઓ વનસંપદાઓનો ઉપભોગ તે તેમના નિર્વાહનું માધ્યમ છે.જે અહીં પણ લાગુ પડે છે. ત્વા,હુતુ અને તુત્સી જાતિના આદિવાસીઓની વસ્તી અહીં મુખ્ય છે. તુત્સી જાતી લઘુમતીમાં છે પરંતુ તે ઉંચાઈમાં મોટા તથા ખડતલ છે. તેથી તેને લાંબા કહે છે.જ્યારે હુતુ થોડાક કદમાં પ્રમાણસર છે તેથી તેને ટૂંકા તરીકે ઓળખવામાં આવે છે.

    શિક્ષણ જાગૃતિએ તેને વિશ્વની સાંસ્કૃતિક મુખ્ય ધારામાં જોડ્યા છે.સ્ત્રી-પુરુષો બધાના વાળ કાળાં, એકદમ વાંકડિયા,ટુંકા પણ એટલા છે.સ્ત્રીઓ પોતાના વાળને લાંબા કરવા માટે કુત્રિમ વાળની ગૂંથણી કરાવે છે.સલુનકારો નાના વાળની સેર કરી તેની સાથે કુત્રિમ વાળને જોડે તેની લાંબી લાંબી સેર બનાવે છે.ગુથાયેલી સેરને આપસ આપસમાં જોડે છે.ઘણા તેમાં વિવિધ પ્રકારની પીનો પણ નાંખે છે. કારીગરીના હેરડ્રેસરના રવાન્ડિયન ૩૦૦૦ ફ્રાન્ક થાય છે. બઘાંના માંસલ શરીરને કારણે હોઠ, પગ,ખભા વગેરેમાં ચરબીનું પ્રમાણ ખાસ્સુ છે. ક્યાંક સ્ત્રી-પુરુષોનો રંગ થોડો શ્યામ જરૂર લાગે. ગામડાંના પુરુષો અંગરખું, કછોટો ધારણ કરે છે.સ્ત્રીઓ પણ સાડી બ્લાઉઝ,ચણિયો એવો સાદો પોશાક પહેરે છે.ગાય, જંગલી પશુપક્ષીઓનું તે માંસ ખાય છે. હમણાં સુધી તે કાચું માંસ ખાનાર હતા. હવે તેના જીવનમાં પરિવર્તન આવ્યું છે. કોસ્મેટિક્સનો ઉપયોગ ખૂબ વધારે કરે છે. ઘણી બધી સ્ત્રીઓને મેં આખા શરીરે કંઈક તેલ જેવું પ્રવાહી લગાવીને નીકળેલી જોઈ. રસ્તા ઉપર તે ઝગમગતી,તગમગતી લાગે.સ્ત્રીઓ તેના બાળકોને પીઠ પાછળ સાડીમાં બાંધીને પોતાનું કામ કરે છે. તેની ભાષા કિનિયારવાન્ડિયન છે. તે રવાન્ડામાં બોલાય છે પરંતુ બાજુના દેશ કેન્યામાં સુવાલી ભાષાનો ઉપયોગ થાય છે.તે કેન્યા રવાન્ડિયનને મળતી આવે છે.કેન્યાના રીટાબેને કહ્યું."'પાન્ગાગાપી 'એટલે કેટલાં પૈસા.'મગાના તાન્દા તુ' એટલે ૬૦૦ફ્રાન્ક.'મગાના રીંગલી 'એટલે ૭૦૦ ફ્રાન્ક."

                    ગ્રામજગત નાનાં નાનાં ખેતરો, ટેકરીઓમાં વહેંચાયેલું છે. જ્યાં પોતાનું નાનકડું ખેતર ત્યાં તેનું એક માટીનું બનાવેલું નાનકડું ઘર હોય. જેમાં વાંસને ઊભા-આડા બાંધી દેવામાં આવ્યાં છે વચ્ચેનાં ભાગમાં ગારા- માટીને ચાંદીને પેક કરી દેવાય. એટલે તેની ચારે બાજુ દિવાલ થઈ જાય. છત ઉપર હવે પતરાં મુકાય છે. અન્યથા તે ઘાસ, પશુના ચામડાથી ઘરને ઢાંકી દેવામાં આવતું. અમે એક ગામડામાં  વાલ્કાનોઝ અભયારણ્યમાં જતાં એક ઘરની મુલાકાત લીધી.થોડા બટેટા પડેલાં, થોડું રાચરચીલું,વાસણ એક ચૂલો બસ પુરું. મકાન લગભગ ઢોળાવમાં હોય છે. જેથી પાણી આવે તો પણ તે ઘરમાં ટકી રહેતું નથી, કારણ કે અહીં વરસાદનું પ્રમાણ ખૂબ વધારે છે.

            ખેતી ઢોળાવ ઉપર નાનકડાં સ્ટેપમાં થાય છે. જેમાં મકાઈ, જુવાર, કેળા, બટેટા વગેરેનો પાક લેવામાં આવે છે. ધાન્ય પાકો પોતાના ખોરાક તરીકે ઉપયોગ કરે છે.કેળા,બટેટા,શાકભાજીને નજીકનાં માર્કેટમાં વેચી નાખે છે. સાઈકલ પર આવી ચીજ-વસ્તુઓનો વહન કરતાં લોકોને અમે જોયાં. બળદ કે અન્ય કોઈ સાધનો આજે પણ ત્યાં ઉપયોગ થતો જણાયો નથી. એટલે તેની ખેતી આજે પણ પ્રાથમિક અવસ્થામાં છે તેમજ ગણાય. તેનું ઉત્પાદન ખૂબ મર્યાદિત હશે.ભણેલા,મજૂર લોકો નાના નગરોમાં કામ કરવા માટે પહોંચી જાય છે જંતુનાશક દવાઓ કે આધુનિક બિયારણોનો ઉપયોગ જોવા મળ્યો.

        જર્મન, ફ્રેન્ચ વગેરે યુરોપિયનોએ ખંડના વિવિધ ભાગો પર પોતાની સત્તા જમાવી હતી. કાળક્રમે સતાનુ તેમની એકબીજા વચ્ચે હસ્તાંતર પણ થતું રહ્યું .છતાં એમાંથી એક વાત નક્કી કે તેમનો ધર્મ ખ્રિસ્તી હતો. માટે સૌ કોઈને એમણે ખ્રિસ્તીઓના અનુયાયીઓ બનાવ્યાં. ત્યાંના લોકોના નામો પણ તેને મળતાં આવે છે. લગભગ તમામ ગામડાં કે કસ્બામાં થોડા અંતરે એક ચર્ચ જોવા મળે. તે આપણા મોટાં ગોડાઉન જેવાં હોય તેમાં લોકો રજાના દિવસે એકત્રિત થાય .ધાર્મિક પ્રવૃત્તિ ની સાથે-સાથે પોતાની સાંસ્કૃતિકતાની પણ મજા માણતાં હોયછે.ધાર્મિક રૂઢિચુસ્તતા કે અંધશ્રદ્ધાઓ ખાસ ડોકા કાઢતી નથી.લગ્નોની પ્રથામાં સંપૂર્ણ લચીલાપણું,સ્વતંત્રતા છે. બધા પોતપોતાના તડાં કે ગોળમાં તેને ગોઠવે છે.પ્રતિકૂળતાઓમાં તે છુટાં પડે અને અન્યની સાથે પૂનઃલગ્નથી જોડાઈ જાય. યોગેશભાઈ જોશીના કહેવા મુજબ જાતીય સંબંધોમાં કોઈ ખાસ સીમારેખા નથી.સૌ પોતપોતાની રીતે સ્વતંત્રતાથી વર્તી શકે છે .પરંતુ તેમાં કોઈ બળજબરી કે મજબૂરીને અવકાશ નથી. જો આવું થાય તો કાયદો પેશ આવે છે.

     તહેવારોમાં લોકો ઢોલ કૃત્ય,તૂમાર કૃત્ય કરે છે. પ્રજામાં ખાસ બીજા વ્યસનો નથી. પરંતુ પોતાની જાતે બનાવેલો દારૂ વધારે પ્રમાણમાં સેવન કરે છે. માટે તેમનું સ્વાસ્થ્ય અને સરેરાશ આયુષ્ય વધારે નથી. પરિવાર નિયોજન નો વિચાર અહીં સુધી પહોંચ્યો નથી, દરેકના ઘરમાં વસ્તી ખાસ્સી છે.

             મોજ ,મસ્તી, મશગુલ થઈને કેવી રીતે જીવી શકાય તે તોરવાન્ડિયનો પાસેથી શીખવું પડે.

ચોરાણુંનુ રક્તટપકતું રોણું

રવાન્ડા દેશના ઇતિહાસ સાથે એક કરુણ ઓળખ જોડાઈ ગઈ છે, તે છે સને ૧૯૯૪ જાતિ સંહાર .માત્ર ૧૦૦ દિવસમાં ૧૨ લાખથી વધુ લોકોની કત્લ

લોહીના ખાબોચીયામાં તરફડતું જીવન, હજારો હાથ પગ અને માનવ અંગો થી સડકો લથબથ, માનવ ખોપરીઓ રઝળતી જોવા મળી એટલું નહી સ્થાનિકોના કહેવા મુજબ કિગાલીના એક મેદાનમાં કેટલાક લોકોએ ખોપરીઓને ફૂટબોલ બનાવીને રમત રમી.સન ૯૪ ની મી એપ્રિલથી શરૂ થયેલાં નરસંહારની કાળમુખી શાબ્દિક તસવીરો.એક પંકિતમાં કહેવાય.

   " શ્ર્વાસનો ભાર લાગે છે,મોત લાચાર લાગે છે.

    લાગણી સૌ હણાઇ પછી? દર્દ આધાર લાગે છે."

   માણસની લાગણીઓને સતત ઉશ્કેરવામાં આવે તેને સતત દૂષ્પ્રેરિત કરવામાં આવે ત્યારે સંવેદનાઓ રુઢ થઈ જાય. વિચાર ગાંઠ ફ્રીજ થાય, તે માણસ કેવું કૃત્ય કરે ..! શું કરે તે નક્કી નહીં .ત્યારે આવી ઘટનાઓને અંજામ મળે છે.

      સન ૧૯૬૫થી રવાન્ડાને સ્વતંત્રતાનો સ્વાદ ચાખવા મળ્યો. પણ બહુમત હુતું જાતિના લોકો સત્તાના સિંહાસન પર ચડી બેઠા હતાં. એનકેન પ્રકારે તે જાતિના લોકો લઘુમતી તુત્સી જાતિને કે તેને પ્રતિનિધિત્વ આપતાં હતાં. એટલું નહીં તે લોકો સતત એવું માનતાં હતાં કે રાજસત્તામાં અમને પુરતું મહત્વ હોવું જોઈએ.તેની અવગણના અકળામણમાં પરિણમી.તેનાથી બંને જાતિ વચ્ચે તનાવ પેદા થયો તનાવ હિંસામા તબદીલ થયો.

           સન ૧૯૯૦થી બન્ને જાતિઓ વચ્ચે નાના-મોટા સંઘર્ષ અને અથડામણની શરૂઆત થઇ. ૧૦-૨૦-૫૦ લોકોની આપસઆપસમાં હત્યાઓની ઘટનાઓ લગભગ રોજિંદી બની હતી.એકબીજા જુથ વચ્ચે વૈમનસ્ય વધતું ચાલ્યું.સરકાર કે તેના પાડોશી દેશોએ આગને ઠારવાં કોઇ નક્કર પરિણામલક્ષી પગલાં લીધા. પરંતુ કોઈ દેશના નામ લખ્યા વગર કહેવાય કે જે દેશો તેની પ્રાકૃતિક સંપદાને શોષિત કરવા ઈચ્છતાં હતાં તેની નિયત દેશ માટે શ્ર્વેત હતી.માનવ સહજ દૂષિતગ્રંથિ હોય તેનો લાભ લેવાનો તર્ક તેઓએ વધારે લડાવ્યો.હવે સંઘર્ષ છેલ્લા ને આખરી તબક્કામાં હતો તેમાં એક ઘટનાએ ક્રોધના દાવાનળને જાણે બ્લાસ્ટમાં બદલી દિધો.

      એપ્રિલ ૧૯૯૪ ના દિવસે પાડોશી દેશ બરૂડ્ડીના પ્રમુખ સિપ્રેન અને રવાન્ડીયન પ્રમુખ  હિબોઅરીનામા એરપોર્ટ પર હવાઈજહાજમાં બોર્ડ થતાં હતાં, બંને પ્રમુખો હુતુ જાતિના હતાં.અને ક્યાંકથી રોકેટ હુમલો થયો,હવાઇ જહાજના ફુરચા ઉડી ગયાં, કલ્પના થાય કે તેમાં બંનેના મૃતદેહોને શોધવા પણ અઘરાં થયાં હોય.ત્યારે હુતુ જાતિના લોકોની માનસિક સંતુલિતતા તીતર બીતર થઈ ગઈ. સમગ્ર દેશમાં હુતુ લોકોએ તુત્સિ લોકોની કત્લેઆમ શરૂ કરી.'થામ્બા' નામનું એક ધારદાર હથિયાર જે પશુઓની કતલ માટે વપરાય છે, ત્રણેક ફૂટનું ધારિયું સમજી લો. તેને લઈ હજારો લોકો રસ્તા પર ઉતરી આવ્યાં. તે સમયે ત્યાં ઓળખપત્ર પર જાતિનો ઉલ્લેખ થયેલો હતો જેની તુત્સિ જાતિ હતી તેની હત્યાઓ કરવામાં આવી. કેપિટલ કિગાલીમાં બાર લાખથી વધુ લોકોના લોહીથી સડકો રક્તવર્ણી બની.દેશ આખો કાપાકાપી ને અરાજકતામાં ડૂબી ગયો.આંતરરાષ્ટ્રિય મંચ પણ દેશની વહારે આવ્યો.

   ગુજરાતી દંપતિએ દિવસોનું વર્ણન કરતા કહ્યું, "  અમે લગભગ બે દિવસ સુધી અમારા ઘરના કબાટ પાછળ સંતાયેલા રહ્યા.સતત બે દિવસ સુધી માનવ ચિચિયારીઓ,ગ્રેનેડના ધમાકાઓ, બંદૂકના ધડાકા સંભળાતાં રહ્યા. જોકે અમે ત્યારે એક ગામડામાં હતા,ત્યાં પણ આવી સ્થિતિ હતી તો કિગાલીની તો વાત શું કરવી ?!! લગભગ અમો બે -ચાર દિવસ સુધી સતત સુનમુન , ભૂખ્યાં, તરસ્યાં બેસી રહ્યા હતાં. દિવસો આજે પણ યાદ કરીએ છીએ તો ભોજન ભુલાઈ જાય છે."

         મેં ૨૩ એપ્રિલ ૧૯ ના રોજ જ્યારે જેનો સાઈડ મેમોરિયલની મુલાકાત લીધી.ત્યારે અતિ હ્રદયદ્રાવક પ્રકરણને બરાબર ૨૫ વર્ષ પૂરાં થયાં હતાં. મેમોરિયલમાં બનાવેલ સ્મૃતિ સ્મારક ઉપર પુષ્પાંજલિ અર્પણ કરવા આવનાર એક મહિલાની પાંપણમાં આજે પણ સાવન ભાદોનું ચોમાસું ઉમડી આવ્યું. તે મારી નરી આંખે અનુભવ કર્યો.ત્યારે મારી આંખો પણ નમી ને રોકી શકી !! મારો તાદ્રશ્ય અનુભવ ૨૫ વર્ષ પહેલાની કલ્પનાઓથી મન એકદમ વિચલિત થઈ ગયું,અરે....!!!? આવા અનેક મેમોરિયલ ગામડે ગામડે પણ છે તેવું જાણવા મળ્યું.

             તુત્સિ જાતિના પોલ કગામે સાંપ્રત સરકારનાં સુબા છે. તેઓએ આર.પી.એફ.એટલે કે રવાન્ડીયન પેટ્રીએટ ફ્રન્ટ નામની એક સંસ્થા ઊભી કરી હતી.જે તુત્સિ જાતિના હક- હિતો માટે હિંસક રીતે લડતી હતી. તેઓ શરીરે ખડતલ, કદાવર હોવાથી હુતુ જાતિના લોકો પર સારો પ્રભાવ પાથરી શક્યાં.તેણે કેપિટલ કિગાલી કબ્જે કરવા તે તરફ કૂચ કરી. ત્યાંની સ્થાનિક મિલિટરીમાં પણ તેમનું ખાસ વર્ચસ્વ હશે. તેથી તેનો પણ ટેકો મળી રહ્યો હોય.  

                                 આખરે આર.પી.એફે જૂન મહિનાના અંતમાં કિગાલી શહેર પર કબજો કરી લીધો.સતાના સૂત્રો પોતાના હાથમાં લઈ ૧૦૦ દિવસના મહાવિનાશક ક્ષણોનો હવે અંત આણ્યો. નવોન્મેષિ રવાન્ડાની આગેકદમનો પ્રારંભ થયો.આજે દુનિયાના બધા દેશોમા રાષ્ટ્ર અગ્રહરોળનો વિકાસ ધરાવે છે.જે ગૌરવ પ્રદાન ગણી શકાય.જાપાનની જેમ દેશની પ્રગતિની દુનિયાએ નોંધ લેવી પડે.

એકેગેરામાં આટો

 

આફ્રિકાખંડ વરસાદ, લીલોતરી અને પ્રાણીઓનાં વૈવિધ્ય માટે પહેલાં યાદ કરવો પડે.વિષુવવૃતનુ પસાર થવું ,ગરમી, વરસાદ, હરિયાળીનું કારક છે .જેથી ખંડના થોડાં દેશોને બાદ કરતાં બધા દેશોમાં પ્રાણી-પક્ષી,લીલીકુંજાર ધરા રોમહર્ષણ જોવાની લહેર કલમથી ટપકાવતા તેને અન્યાયકતૉ થાય.રવાન્ડાના પ્રવાસમાં નક્કી હતું કે ત્યાં જંગલો, તેના સ્વરૂપને ઢુકડેથી જોવાની ખૂબ મજા પડશે.

           ૨૫ એપ્રિલ ગુરુવારે એકેગેરા અભ્યારણમાં લટાર મારવા માટે નીકળી પડ્યાં. તે કિગાલથી પશ્ચિમમાં ૧૦૦ કિલોમીટર દૂર છે. રસ્તો થોડો કાચો, જેથી બે -અઢી કલાકની મુસાફરી ખરી ..! આયોજનનો પાયો  નાંખનાર અને અમને રવાન્ડી આતિથ્ય કરાવનાર શ્રી આશિષભાઈ ઠક્કર હતાં. અમે લગભગ ચાર-પાંચ મોટી જીપોમાં ખડકાય ને સાત- સાડા સાતે નીકળ્યા.

          રસ્તામાં ડ્રાઇવર એલેનએ અમને જંગલની ઘણી વિશેષતાઓથી અવગત કર્યા. કેગેરા એક નદીનું નામ હતું અને તેના પરથી પાર્ક નું નામ આપવામાં આવ્યું.સને ૧૯૩૪મા અસ્તિત્વમાં આવેલા જંગલનો વન વિસ્તાર ૧૨૨૨ ચોરસ કિલોમીટર છે.પછીથી તેને વિવિધ રીતે વિકસાવવા સરકારે કમર કસી. અહીં કાળો હિપ્પોપોટેમસ બેલ્જિયમથી લાવવામાં આવ્યો. જિરાફને કેન્યાથી લાવીને વસાવવામાં આવ્યું છે.જેની સંખ્યા આજે ૮૦ છે. પાર્કમાં સિંહ ૨૫૦ ની મોટી સંખ્યામાં હતાં. પરંતુ ૧૯૯૪ના નરસંહાર પછી પુનઃ સ્થાપિત થયેલા ખેડૂતો, લોકોએ બધા સિંહનો શિકાર કર્યૉ. ૨૦૧૫ માં સાત જેટલા સિંહને કેન્યાથી લાવીને વસાવવામાં આવ્યા છે.

  અમારી ગાડી હવે પાકૅના રિસેપ્શન કાઉન્ટર પર પહોંચી. તમામ સાથીઓનું રજીસ્ટ્રેશન વગેરે ત્યાં થયા પછી અમે ફરી જીપમાં ગોઠવાયા. દરમિયાન કોઈકે સમાચાર આપ્યા કે નજીકમાં હાથીનું એક ઝુંડ છે,પહેલા તેને જોઈ લઈએ. રીસેપ્શન પરથી વનવિભાગનો ગાઈડ અમારી સાથે જોડાયો. રસ્તાઓ કાચા પરંતુ વિસ્તાર ટેકરાવાળો હોવાથી ચોમાસામાં પણ વાહનો ચાલી શકે તેવો. જંગલ બહુ ગાઢ નથી, મોટા વૃક્ષોનું પ્રમાણ ઓછું છે. તર્ક એવો થયો કે આજુબાજુના વસાહતીઓએ જંગલ રક્ષિત હોવા છતાં તેને કાપતા રહ્યા હોય.વૃક્ષો બોરડી, નીલગીરી અને બીજા અડબાઉ જંગલી વૃક્ષો જોવા મળ્યાં. નાનું ઘાંસ જેમાં નાનાં પ્રાણી દેખાય પણ નહીં. હવે જીપ ઉભી રહી અને તેનું ઉપરનું ફોલ્ડર છાપરું ખોલી નાખ્યું. એક તરફ જંગલી ભેંસોનુ એક ટોળું ચરતુ હતું,સાથે નજીકમાં ત્રણ જેટલા જીરાફ ઊભેલાં જોયાંજીરાફના ત્રણ પ્રકાર છે પણ જીરાફ મસાઈ જીરાફ તરીકે ઓળખવામાં આવે છે. સફેદ જેવો રંગ દેખાતો હતો તે હાથીઓ હતા.દુરથી તે સફેદ લાગતા હોય. જીપ તેની નજીક લઈ જવા કોશિશ કરી,પણ રસ્તાથી આગળ જઈ શકાય તેમ હતું. કોઈ પણ પ્રવાસીને જીપની બહાર નીકળવા પર પ્રતિબંધ હતો.અમારું એક મુકામ પૂરું થાય પહેલાં જિબ્રાના ટોળાંઓ સાવ લગોલગથી પસાર થયાં. ગધેડાના કદના પીળા -કાળા ચટ્ટાપટ્ટા ધરાવતું પ્રાણી માનવ સ્વભાવ સાથે થોડું 'મેચ' થઈ ગયેલું લાગ્યું. મુકાભાઈ, જીતુભાઈના કેમેરાની ફ્લેશ હવે ફટાફટ ક્લિક થતી હતી. ૨૫ -૩૦ ના ટોળામાં ફરતાં જીબ્રાની સંખ્યા નોંધપાત્ર હશે એમ કલ્પી શકાય.

          અમારી જીપ હવે ક્યાંથી ક્યાં નીકળે છે, તેનો ખ્યાલ રહેતો નહોતો. પાકૅના રસ્તાઓ બધાં સરખા લાગેપાંચ કિ.મી.ના અંતર પછી અમે રિફરેશમેન્ટ સેન્ટર પર આવીને ઊભા રહ્યાં. અહીં થોડો વિરામ ને ચા- નાસ્તો કરવાનો હતો. તેના ખોરાકની ચીજવસ્તુઓ શાકાહારી ખરી પણ વૈવિધ્યપૂર્ણ હતી. તેમાંથી કેટલાકના સ્વાદ ખૂબ ભૂલભૂલૈયા જેવાં હતા.ચાખી ચાખીને ખાઓ નામેય યાદ રાખવા અઘરા.નજીકમાં એહેમા નામક તળાવ દેખાતું હતું. તે ટેકરી ઉપર મુગટ સમાન સેન્ટર પરથી આખું તળાવ, જંગલ અને તેના દ્રશ્યો અદ્ભુત હતા. બાથ ભરીને ભાથું લઇ જવાં જેવા .લંચબોક્ષ તૈયાર થઈ ગાડીમાં ગોઠવાયા. અડધાં કલાકનો પડાવ પૂરો કરીને ફરી જીપડાઓએ ચાલતી પકડી. હરણ ,રોઝ, મોર, એનું પચરંગી પક્ષી રસ્તામાં જોતાં ગયાં. જ્યારે અમે એહેમા સરોવરના કાંઠે આવી ઉભાં રહ્યાં તો તળાવના કાંઠે બનાવેલી દીવાલ થી દસ-પંદર ફુટના અંતરે કાળો હિપોપોટેમસ પાણીમાંથી બહાર નીકળ્યો. એક બે મિનિટ માટે પોતાનું શરીર બહાર કાઢે અને ફરી પાણીમાં ગરકાવ થઈ જાય. સાથે આવેલા ગાઈડે અમને તળાવની નજીક જવા જણાવ્યું. તેની શિકારી,હિસંક હોવાની તેની ઓળખ હતી. અહીં અમને જંગલના કેટલાક તાલીમી રવાન્ડી વન કર્મચારીઓની મુલાકાત થઇ. તેઓ વન વિભાગમાં નવાં જોડાયેલાં હતાં.પ્રથમ તાલીમ મેળવતાં હતાં તેવું જાણવા મળ્યું. જંગલના એક વિશ્રાંતિસ્થાને અમે ફરી અટક્યાં. સમય બપોરા કરવાનાં ટાણાંથી પણ આગળ નીકળી ગયો હતો. દાળ-ભાત, કેળાં ,કાકડી ને કેરીના રસથી થોડું ભોજન સંપન્ન થયું.

    જંગલી, ભેંસો ,હાથી ,જિરાફ બઘું સમયાંતરે નજરે પડતું રહ્યું. રિસેપ્શન પર ફરી ચેક આઉટ કરાવવાનું હતું. અમારા જૂથ સિવાયના બે- ત્રણ વાહનો યુરોપ-અમેરિકાના પ્રવાસીઓનાં જોવાં મળ્યા. નેશનલ પાર્કની મુલાકાતની ફી ૧૫૦ અમેરિકન ડોલર હોવાનું બોર્ડ જોવા મળ્યુ.માટી વાંસમાંથી બનેલું નાનકડું મકાન ખૂબ કલાત્મક હતું.પ્લાસ્ટિક, અન્ય કોઈ કચરો અહીં ફેંકવા પર પ્રતિબંધ હતો. તેનું ચુસ્તપણે પાલન થતું હોવાનો અનુભવ થયો. વન તેનુ પોતીકાપણું જાળવી રાખવા સફળ થયાનું અનુભવાય છે. સરકાર અને તેના કર્મચારીઓની કાર્ય પ્રતિબદ્ધતા ખૂબ સ્પર્શી ગઈ. અહીં તમને પ્રવાસની કોઈ મુશ્કેલી પડતી નથી.

        એકાએક અમારાં ગ્રુપમાંથી કોઈનો અવાજ સંભળાયો 'દિપડો'.બારીમાંથી જમણી તરફ મેં નજર કરી. લગભગ દસ-પંદર ના ફુટના અંતરે મોટા ઘાસમાં દિપડો જોવા મળ્યો.નાના ધાસમા દેખાય, ફરી આગળ નીકળે ત્યારે નાનું ઘાસ હોયતો જોઈ શકાય તે એકદમ બિન્દાસ, બાદશાહી ધીમી ચાલે આગળ જતો હતો.

    ઘણાનાં મોબાઇલમાં ટાન્ઝાનિયાનો ટાવર આવવાં લાગ્યો હતો. અમે તેની સરહદ પર હતાં. અમારા પસાર થવાનો મુખ્ય રસ્તો ટાન્ઝાનિયા તરફ જતો હતો. અમારી જીપમા થોડી ખરાબી આવી ત્યારે અમે તેનાં ગામડાંમા પણ એક ચક્કર મારી આવ્યાં. ત્યાંની ગરીબી પર ખૂબ કરુણા ઉપજી.

         સાંજ ઢળતા જ્યારે અમે કિગાલીની રેડિશન બ્લુ હોટેલ પર પાછા ફર્યા ત્યારે લાગ્યું કે અમારો આજનો એકેગેરાનો આંટો નહોતો પરંતુ પ્રાકૃતિક સૌંદર્યની અંઘોળ હતી. એક સફર બધાએ કરવાની જરૂર થાય.

 શ્રી તખુભાઈ સાંડસુર

 

(6:34 pm IST)