Gujarati News

Gujarati News

News of Wednesday, 19th June 2019

" સ્ટાર ઓફ જેરુસલેમ " : પેલેસ્ટાઇનમાં વિદેશી નાગરિકને અપાતા સર્વોચ્ચ એવોર્ડ માટે ભારતીય મૂળના શ્રી શેખ મોહમદ મુનીર અન્સારીની પસંદગી

જેરુસલેમ : પેલેસ્ટાઇનમાં વિદેશી નાગરિકને અપાતા  સર્વોચ્ચ " સ્ટાર ઓફ જેરુસલેમ " એવોર્ડ માટે ભારતીય મૂળના 91 વર્ષીય શ્રી શેખ મોહમદ મુનીર અન્સારીની પસંદગી કરવામાં આવી છે. પેલેસ્ટાઇન તથા  જેરુસલેમમાં  તેમના દ્વારા ગંભીર બીમારીઓથી પીડાતા લોકોને અપાયેલી શ્રેષ્ઠ સેવાઓ બદલ ગયા સપ્તાહમાં રાષ્ટ્રપતિ શ્રી અબ્બાસના વરદ હસ્તે તેમને ઉપરોક્ત એવોર્ડ એનાયત કરાયો હતો.

ઉલ્લેખનીય છે કે શ્રી શેખ મોહમદ મુનીર અન્સારીને ભારત સરકારે પણ 2011 ની સાલમાં પ્રવાસી ભારતીય એવોર્ડથી સન્માનિત કર્યા હતા.

(11:34 am IST)