Gujarati News

Gujarati News

News of Wednesday, 19th June 2019

UAE માં બીચ ઉપર નહાવા ગયેલા ભારતીય મૂળના યુવાનનું ડૂબી જતા મૃત્યુ

દુબઇ :  UAE માં ઈદનો તહેવાર ઉજવવા બીચ ઉપર નહાવા ગયેલા ભારતીય મૂળના યુવાનનું ડૂબી જતા મૃત્યુ થયું હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

પ્રાપ્ત વિગત મુજબ કેરળનો 25 વર્ષીય યુવાન આનંધુ જનાર્દન તેના મિત્રો સાથે ઈદના તહેવારની ઉજવણી પ્રસંગે સુવિખ્યાત ગણાતા ઉમમ  અલ કુવૈન બીચ ઉપર નહાવા ગયો હતો.પરંતુ આ સુરક્ષિત ગણાતા બીચ ઉપરના વિસ્તારમાં  અચાનક પાણીનું મોટું મોજું આવતા તે યુવાનને તાણી ગયું હતું તેની સાથેના મિત્રોએ તેની શોધખોળ માટે ઘણી મહેનત કરી હતી.પરંતુ સફળતા મળી નહોતી અંતે તેનો મૃતદેહ કાંઠે તણાઈ આવ્યો હતો.

(10:40 am IST)