Gujarati News

Gujarati News

News of Tuesday, 18th June 2019

શ્રી નરેન્દ્ર મોદી દેશને જોડનારા છે વિભાજીત કરનારા નથીઃ યુ.એસ.માં વસતા NRI પ્રજાજનોએ ભારતમાં ભાજપના ભવ્ય વિજય બદલ મોદી સરકારને અભિનંદન પાઠવ્યા

ઇલિનોઇસઃ વિશ્વના સૌથી મોટા લોકશાહી દેશમાં શ્રી નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકાર સતત બીજી ટર્મમાં જંગી બહુમતિથી ચૂંટાિ આવતા યુ.એસ.માં વસતા NRI પ્રજાજનોએ મોદી સરકારને અભિનંદન પાઠવ્યા છે. તથા ચૂંટણી સમયે તેમના વિરૃધ્ધ કરાયેલા પ્રચારનું ખેડન કરતા જણાવ્યું છે કે શ્રી નરેન્દ્ર મોદી દેશને જોડનારા છે વિભાજીત કરનારા નથી.

NRI પ્રજાજનોએ મોદી સરકારના પ્રથમ ટર્મના તમામ પ્રોજેકટની સફળતાને બિરદાવી હતી. તથા પારદર્શક વહીવટની સરાહના કરી હતી. તેમજ વિશ્વ કક્ષાએ પણ જુદા જુદા દેશોના આગેવાનોએ શ્રી મોદીના નેતૃત્વને બિરદાવ્યું હોવાનું જણાવ્યું છે. તથા શ્રી મોદી ઉપરાંત શ્રી અમિત શાહ, શ્રી પિયુષ ગોયલ, શ્રીઅરૃણ જેટલી, શ્રી રાજનાથ સિંઘ, શ્રી નિતીન ગડકરી, સુશ્રી નિર્મલા સીથારામન, સુશ્રી સ્મૃતિ ઇરાની, શ્રી રવિશંકર પ્રસાદ, શ્રી પ્રકાશ કૌર બાદલ, સુશ્રી મેનકા ગાંધી સહિતના આગામી કેબીનેટના મિનીસ્ટરોને અભિનંદન પાઠવ્યા હોવાનું ઇન્ટરનેશનલ સપોર્ટ ટીમના શ્રી હસમુખ પટેલ, ડો.વિઠલ ધડુક, ડો.ભરત બારાઇ, શ્રી સી.કે.પટેલ, ડો.મહેશ મહેતા, ડો. ઇન્દ્રજીત પટેલ, શ્રી હીરૃ પટેલ, શ્રી રાજેશ શુકલા, શ્રી કૌશિક આઝાદ શ્રી પ્રફુલ લાખાણી, સુશ્રી અંજલિબેન પંડ્યા, સહિતનાઓની યાદી સાથે શ્રી હસમુખ પટેલની યાદીમાં જણાવાયું છે.

(10:26 pm IST)