Gujarati News

Gujarati News

News of Monday, 17th June 2019

એશિયા મિડીયા USAના ફોટો તથા વીડિયોગ્રાફર શ્રી વિપુલ ઇશ્વરલાલ પટેલનું દુઃખદ અવસાનઃ સદગતની સ્‍મશાન યાત્રામાં પરિવારજનો,મિત્રો,તથા કોમ્‍યુનીટી લીડર્સની વિશાળ સંખ્‍યામાં ઉપસ્‍થિતિઃ ઓમ શાંતિ

શિકાગોઃ અમેરિકાના શિકાગો મુકામે ઇન્‍ડિયન અમેરિકન શ્રી વિપુલ ઇશ્વરલાલ પટેલનું ૨૦મે ૨૦૧૯ના રોજ હાર્ટ એટેકથી દુઃખદ અવસાન થયું છે. તેમની સ્‍મશાન યાત્રામાં પરિવારજનો, મિત્રો, તથા કોમ્‍યુનીટી લીડર્સ વિશાળ સંખ્‍યામાં જોડાયા હતા. જેમાં બહોળુ મિત્રવર્તુળ ધરાવતા સ્‍વ.વિપુલ પટેલની સ્‍મશાન યાત્રામાં શ્રી લાલભાઇ પટેલ ,શ્રી ચંદ્રકાંત મોદી સુશ્રી દિનાબેન મોદી, શ્રી શૈલેષ માસા, સુશ્રી રેખા પટેલ, સુશ્રી ઉષા માસી, શ્રી બિપીન માળા, સુશ્રી જયશ્રીબેન તથા શ્રી દેવેન્‍દ્ર પટેલ, શ્રી ચિરાગ પટેલ, શ્રી હનીફ, શ્રી કલ્‍પેશ ગાંધી, શ્રી આશિષ દેસાઇ, શ્રી ઉર્વેશ ઠકકર, શ્રી નિલુ, લુબના નિકી, સુશ્રી કોમલ જાની, શ્રીમનુભાઇ જાની, શ્રી અમિત (અનંત) શાહ, સરદાર પટેલ ગૃપ સહિતનાઓ જોડાયા હતા.

સ્‍વ.વિપુલ પટેલના બંને પુત્રો ભારત હોવાથી અગ્નિ સંસ્‍કાર વિધિ શ્રી શીતલ પટેલ દ્વારા કરાવાઇ હતી. સ્‍મશાન યાત્રામાં સુશ્રી શોભના પટેલનો સ્‍ટાફ તથા મિત્રો જોડાયા હતા. રમઝાન માસ હોવા છતાં મુસ્‍લિમ મિત્રો, (અમરિન,નૂર,આપેશા) પણ જોડાયા હતા. સુશ્રી કિરણ રામી તથા સુશ્રી સોનલ રામી, શ્રી ડેવિડ પીમએ મૃતદેહ ઉપર પુષ્‍પ વૃષ્‍ટિ કરી હતી. તથા હરેરામા હરે ક્રિશ્નાના શ્રી અતુલ તથા સુશ્રી અલ્‍કાએ શ્રીમદ ભાગવત ગીતાના ૧૨મા તથા ૧૫મા અધ્‍યાયપના શ્‍લોકોનું ગાન કર્યુ હતું.

બાળપણથી જ ૧૧ વર્ષની ઉંમરે પિતાની છત્રછાયા ગૂમાવનાર સ્‍વ.વિપુલ પટેલ આપબળે આગળ આવ્‍યા હતા. તથા સખત પુરૂષાર્થથી લોકપ્રિય ફોટો તથા વીડિયોગ્રાફર તરીકે સુવિખ્‍યાત થયા હતા. તેઓ તથા તેમના પત્‍ની સુશ્રી શોભનાબેન પટેલ એશિઆ મિડીયા યુ.એસ.ના આધારસ્‍થંભ સમાન હતા. સ્‍વ.વિપુલ પટેલની અંતિમ ક્રિયામાં શામેલ થનાર તમામને એશિયા મિડીયા યુ.એસ.એ. દ્વારા બિરદાવાયા હોવાનું તથા તેમના પત્‍નીએ સહુનો આભાર માન્‍યાનું શ્રી સુરેશ તથા સુશ્રી ઉષાબેન બોડીવાલાની યાદીમાં જણાવાયું છે.  

(9:36 pm IST)