Gujarati News

Gujarati News

News of Wednesday, 20th May 2020

વધુ એક વિદેશી કંપનીએ ચીનમાં પ્રોડક્શન બંધ કરી ભારત ઉપર પસંદગી ઉતારી : જર્મનીની શૂઝ બનાવતી કંપનીએ ઉત્તરપ્રદેશના આગ્રામાં પડાવ નાખ્યો : 110 કરોડનું રોકાણ મેળવવામાં યોગી સરકાર સફળ

આગ્રા : સમગ્ર વિશ્વમાં કોરોના વાઇરસના ફેલાવા માટે જવાબદાર ગણાઈ રહેલા ચીનમાંથી વિદેશી કંપનીઓ પોતાના પ્લાન્ટ અન્ય દેશોમાં શિફ્ટ કરવા વિચારી રહી છે.તેવા સંજોગોમાં મોબાઈલ કંપની લાવાએ પોતાનો પ્લાન્ટ ભારતમાં શિફ્ટ કર્યા પછી હવે વધુ એક કંપની ભારતમાં  આવી રહી છે.જે મુજબ જર્મનીની શૂઝ બનાવતી સુવિખ્યાત કંપનીએ પોતાનો પ્લાન્ટ ઉત્તરપ્રદેશના આગ્રામાં ફેરવ્યો છે.તથા તે માટે 110 કરોડનું રોકાણ કરશે.

વિદેશી રોકાણો આકર્ષવા માટે પ્રયત્ન કરી રહેલી યોગી સરકારને આ મુદ્દે સફળતા મળવાની શરૂઆત થઇ ગઈ છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:48 pm IST)