Gujarati News

Gujarati News

News of Monday, 20th May 2019

ઇન્ડિયન અમેરિકન મહિલા સેનેટર સુશ્રી કમલા હેરિસની સમાન વેતન માટે માંગણી : પુરુષો તથા સ્ત્રીઓ વચ્ચે વેતનમાં રહેલી અસમાનતા દૂર કરવાનો હેતુ

વોશિંગટન :  ઇન્ડિયન અમેરિકન મહિલા સેનેટર તથા અમેરિકાના પ્રેસિડન્ટ પદના ડેમોક્રેટ મહિલા ઉમેદવાર સુશ્રી કમલા હેરિસએ  સમાન વેતન માટે માંગણી કરી છે.જેનો હેતુ  પુરુષો તથા સ્ત્રીઓ વચ્ચે વેતનમાં રહેલી અસમાનતા દૂર કરવાનો છે.

તેમણે જણાવ્યા મુજબ આ અગાઉ 2017 ની સાલમાં મહિલાઓને પુરુષો કરતા 20 ટકા ઓછું વળતર મળ્યું હતું જેમાં મુખ્યત્વે માઇનોરિટી કોમ્યુનિટીની  મહિલાઓનો સમાવેશ થતો હતો. આથી તેમણે કોર્પોરેટ કંપનીઓ માટે પે ડેટા જાહેર કરવાની માંગણી કરી છે.લોસ એંજલ્સમાં ગઈકાલ રવિવારે યોજાયેલી કોલેજ રેલીમાં તેમણે ઉપરોક્ત ઉદબોધન કર્યું હતું તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(8:03 pm IST)
  • નવજોતસિંહ સિદ્ધુએ ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટીઓને અપમાનિત કરી : હવે ઇમરાનની પાર્ટી જોઇન કર્યા સિવાય કોઇ વિકલ્પ નથી: અનિલ વિજનો વ્યંગ:હરિયાણા સરકારના સ્વાસ્થય અને રમત મંત્રી અનિલ વીજે કોંગ્રેસ નેતા નવજોત સિંહ સિદ્ધુ પર નિશાન સાધ્યું :વીજે કહ્યું કે, સિદ્ધુએ ભાજપ અને કોંગ્રેસ બંન્ને પાર્ટીઓને અપમાનીત કરી છે. એવામાં તેની પાસે પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનની પાર્ટી તહરીક એ ઇંસાફમાં જવાનો જ વિકલ્પ બચે છે access_time 12:34 am IST

  • ચૂંટણી પરિણામ પહેલા પંજાબ કોંગ્રેસમાં કકળાટ ચરમસીમાએ :કેપ્ટન અમરિંદર સિંહે કહ્યું સિદ્ધુ મને હટાવી પોતે સીએમ બનવા માંગે છે:તેઓએ કહ્યું મારી અને નવજોત સિંહ સિદ્ધુ વચ્ચે ટિપ્પણીનું કોઇ પણ યુદ્ધ નથી ચાલી રહ્યું. જો તેઓ મહત્વકાંક્ષી છે તો ઠીક છે: લોકોની પાસે મહત્વકાંક્ષા હોય છે : હું સિદ્ધુને બાળપણથી જાણુ છું. તેઓપંજાબના મુખ્યમંત્રી બનવા માંગે છે અને તેના કારણે તેઓ મને હટાવવા માંગે છે access_time 1:35 am IST

  • કાલથી અમુલનું દૂધ લીટરે રૂ. બે મોંઘુ : અમદાવાદઃ આવતીકાલથી અમલમાં બને તે રીતે અમુલ દ્વારા તેની તમામ પ્રોડકટના દુધના ભાવમાં લીટરે ૨ રૂપિયાનો ભાવ વધારો કરવા જાહેરાત થઇ છેઃ આવતીકાલથી ચાની ચુસ્કી અને દુધની બનાવટો મોંઘીદાટ થઇ જશે access_time 5:00 pm IST