Gujarati News

Gujarati News

News of Friday, 17th May 2019

ભગવાન શ્રી રમણ મહર્ષિનો ઉપદેશ : યુ.એસ.માં સર્વમંગલ શ્રી શનિશ્વર ટેમ્પલ ઓફ ન્યુયોર્ક મુકામે 25 મે 2019 ના રોજ યોજાનારો પ્રોગ્રામ : બંધુશ્રીના મનનીય વ્યાખ્યાન બાદ મહાઆરતી તથા મહાપ્રસાદનો લહાવો

ન્યુયોર્ક : યુ.એસ.માં સર્વમંગલ શ્રી શનિશ્વર ટેમ્પલ ઓફ ન્યુયોર્ક 1616 હિલસાઈડ એવન્યુ ,ન્યુહાઇડ પાર્ક ,ન્યુયોર્ક મુકામે ભગવાન શ્રી રમણ મહર્ષિના ઉપદેશ વિષે 25 મે 2019 શનિવારના રોજ બંધુશ્રીનું મનનીય પ્રવચન યોજાશે જે સાંજે બરાબર 6 વાગ્યે શરૂ થઇ જશે બાદમાં મહાઆરતી તથા મહાપ્રસાદનું આયોજન કરાયું છે.

વિશેષ માહિતી મંદિરના કોન્ટેક ન.718-740-9400 દ્વારા અથવા ગીતાજીના કોન્ટેક ન.516-673-6314 દ્વારા મળી શકશે તેવું મંદિરની યાદીમાં જણાવાયું છે.

(12:51 pm IST)