Gujarati News

Gujarati News

News of Saturday, 20th April 2019

ટેકસ રિટર્નને લગતા પ્રશ્નો માટે મદદરૂપ થવા ઇન્ડિયન અમેરિકન કોંગ્રેસમેન ડો. એમી બેરાની ઓફરઃ મુદ્દત વધારવા, અપીલ કરવા તેમજ ટેકસ પેયરના હક્કો અંગે માર્ગદર્શન આપવા ટ્વિટરના માધ્યમથી બતાવેલી તત્પરતા

કેલિફોર્નિયાઃ અમેરિકાના કેલિફોર્નિયામાં આવેલા સાક્રામેન્ટો કાઉન્ટીના રહીશોને ટેકસ રિટર્નને લગતા પ્રશ્નો માટે મદદરૂપ થવા ઇન્ડિયન અમેરિકન કોંગ્રેસમેન ડો. એમી બેરાએ ટ્વિટરના માધ્યમ દ્વારા તત્પરતા બતાવી છે તેવું જાણવા મળે છે.

૧પ એપ્રિલના રોજ ઉજવાયેલા 'ટેકસ ડે' નિમિત્તે કરાયેલી આ ઓફર ત્યાર પછીના દિવસોમાં પણ ચાલુ રહેશે જે અંતર્ગત ડો. બેરાની ઓફિસ દ્વારા ટેકસ પેયરના હક્કો તથા રેવન્યુ સર્વિસના નિર્ણય વિરૂદ્ધ ઇન્ડિપેન્ડન્ટ બોર્ડ સમક્ષ રજુઆત કરવા અંગે તેમજ મુદ્દત વધારવા અંગે માર્ગદર્શન આપશે.

ઉલ્લેખનીય છે કે ઇન્ડિયન અમેરિકન ડો. એમી બેરા ૨૦૧૩ની સાલથી કોંગ્રેસમાં સાક્રામાન્ટો કાઉન્ટીનું પ્રતિનિધિત્વ કરે છે. તેઓ કેલિફોર્નિયાના સાતમા ડીસ્ટ્રીકટમાંથી ચૂંટાઇ આવેલા છે.

(4:36 pm IST)
  • ચૂંટણી પંચ આકરા પાણીએ : વડાપ્રધાન મોદી પર બનેલી ફિલ્મ પર રોક લગાવ્યા બાદ, હવે PM પર બનેલી વેબ સિરીઝ ' મોદી - જર્ની ઓફ આ કોમન મેન ' પર પણ રોક લગાવી : ઇરોઝ કમ્પની દ્વારા બનાવાયેલ આ વેબ સિરિઝના પાંચેય ભાગ ઈન્ટરનેટ પરથી દૂર કરવા કર્યો આદેશ. access_time 5:15 pm IST

  • ન્યાય યોજના પર કોંગ્રેસને અલ્હાબાદ હાઇકોર્ટે નોટિસ ફટકારી :બે સપ્તાહમાં માંગ્યો જવાબ : અલ્હાબાદ હાઇકોર્ટે એક જનહિત અરજી પર સુનાવણી કરતા કોંગ્રેસની લઘુતમ આવક યોજના (ન્યાય ) ને લઈને પાર્ટી પાસેથી ખુલાસો અમનજીઓ ;અરજીકર્તાએ કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાંથી લઘુતમ આવકની ગેરેંટીને હટાવવાની માંગ કરી access_time 1:05 am IST

  • રાહુલ ગાંધીનો ૨૧ એપ્રિલનો કાર્યક્રમ રદઃ રાહુલ નહિ આવે ગુજરાત : અન્ય રાજયોમાં પ્રચારને કારણે વ્યસ્ત હોવાથી નહિ આવે ગુજરાત access_time 4:01 pm IST