Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2019

'નમો અગેઇન' લખેલા ટી-શર્ટ પહેરી હાથમાં ત્રિરંગો લહેરાવી નમો નમો ધૂન સાથે અમેરિકાના હયુસ્ટનમાં ફલૈશ મોબ યાને કે અચાનક ડાન્સઃ OFBJP યુ.એસ.એ.ના સમર્થકોનો ડાન્સ જોવા લોકોના ટોળા ઉમટયાઃ ભારતની લોકસભાની ચૂંટણીમાં મતદારોને આકર્ષવાનો હેતુ

હયુસ્ટનઃ અમેરિકાના હયુસ્ટનમાં વસતા ભાજપ સમર્થકોએ ભારતની લોકસભાની ચૂંટણીમાં મતદારોને આકર્ષવા માટે સમુહમાં ફલૈશ મોબ યાને કે અચાનક ડાન્સ કર્યો હતો.

સ્થાનિક થિએટરમાં 'નમો અગેઇન' લખેલા ટી-શર્ટ પહેરી ત્રિરંગો લહેરાવી, નમો નમો ગીતની ધૂન સાથે ડાન્સ કર્યો હતો. ભગવા કપડા અને ભગવા ખેસ પહેરેલા આ મોદી સમર્થકોએ જરાપણ થાકયા વિના ડાન્સ કર્યો હતો. તથા લોકોને મોદીને ફરીથી વડાપ્રધાન બનાવવા ભાજપને મત આપવા અપીલ કરી હતી.

ઉલ્લેખનીય છે કે OFBJP યુ.એસ.એ.ના સમર્થકો દ્વારા ભારતમાં વસતા સગા, સંબંધીઓને ફોન કોલ દ્વારા ભાજપને મત આપવા અપીલ થઇ રહી છે. જે અંતર્ગત અત્યાર સુધીમાં પાંચ હજાર જેટલા ફોન કોલ્સ થઇ ચૂકયા છે.

સામે પક્ષે ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના સમર્થકો પણ ચૂંટણી પ્રચાર માટે ભારત જવા થનગની રહ્યા છે તેવું IOC યુ.એસ.એ.ના નવનિયુકત અધ્યક્ષ શ્રી મોહિન્દર સિંહએ સમાચાર સૂત્રોને જણાવ્યું હતું.

(7:10 pm IST)