Gujarati News

Gujarati News

News of Friday, 20th April 2018

‘‘કનેકટીકટ ટેકનોલોજી કાઉન્‍સીલ વીમેન ઓફ ઇનોવેશન એવોર્ડ'': યુ.એસ.ના કનેકટીકટમાં સાયન્‍સ,ટેકનોલોજી, સહિતના ૯ ક્ષેત્રે પ્રેરણાદાયી કાર્યો કરનાર મહિલાઓને અપાતો એવોર્ડઃ ૨૦૧૮ની સાલ માટે પસંદ કરાયેલી એવોર્ડ વિજેતા ૧૩ મહિલાઓમાં ૨ ઇન્‍ડિયન અમેરિકન મહિલાઓએ સ્‍થાન મેળવ્‍યું

કનેકટીકટઃ યુ.એસ.માં ‘‘કનેકટીકટ ટેકનોલોજી કાઉન્‍સીલ વીમેન ઓફ ઇનોવેશન એવોર્ડ'' માટે પસંદ કરાયેલી ૧૩ મહિલાઓમાં ૨ ઇન્‍ડિયન અમેરિકન મહિલાઓએ સ્‍થાન હાંસલ કર્યુ છે.

આ ૨ મહિલાઓમાં સુશ્રી હની રેડ્ડી તથા સુશ્રી રિષિકા મૈત્રનો સમાવેશ થાય છે. જે પૈકી સુશ્રી રેડ્ડીનો ૧૩માંથી પસંદ કરાયેલી૩ ‘‘લાર્જ બિઝનેસ ઇનોવેશન એન્‍ડ લીડર શીપ કેટેગરી'' માં સમાવેશ કરાયો છે.

જેઓ જેકસન લેબોરેટરી ફોર જીનોમિક મેડિસીનના ડીરેકટર છે. જેઓ છેલ્લા ૨ દશકાથી મહિલાઓને બાયોમેડિકલ સાયન્‍સ પ્રત્‍યે વાવવાનું પ્રેરણાત્‍મક કાર્ય કરી રહ્યા છે.

જયારે સુશ્રી મૈત્ર મિડલ ટાઉનના એકેડમી ઓફ એરોસ્‍પેસ એન્‍ડ એન્‍જીનીયરીંગમાં સિનીયર તરકે સેવાઓ આપી રહ્યા છે. તેમનો સમાવેશ યુથ ઇનોવેશન એન્‍ડ લીડરશીપ કેટેગરીમાં કરાયો છે.

કાઉન્‍સીલ દ્વારા સાયન્‍સ ટેકનોલોજી, સહિત જુદા જુદા ૯ ક્ષેત્રે કુલ ૧૩ મહિલાઓને એવોર્ડ માટે પસંદ કરવામાં આવી હતી.

(11:15 pm IST)