Gujarati News

Gujarati News

News of Friday, 20th April 2018

‘‘વેદિક હેરિટેજ શ્‍લોકથોન ૨૦૧૮'': યુ.એસ.ના હયુસ્‍ટનમાં વેદિક હેરિટેજ સ્‍કૂલના ઉપક્રમે યોજાઇ ગયેલો પ્રોગ્રામઃ હિન્‍દુ સંસ્‍કૃતિનું વર્ણન કરતાં સંસ્‍કૃત શ્‍લોકો, સ્‍ટોરી, કાવ્‍યો, ભજન તથા ઉદબોધન સહિતની કૃતિઓ રજુ કરી ૧૦૦ જેટલા બાળકોએ ઉપસ્‍થિતોને મંત્રમુગ્‍ધ કરી દીધાઃ વિજેતા બાળકોને એવોર્ડ અપાયા

હયુસ્‍ટનઃ યુ.એસ.માં શ્રી મિનાશ્રી ટેમ્‍પલ વેદિક હેરિટેજ સ્‍કૂલના ઉપક્રમે દર વર્ષની માફક આ વર્ષે પણ ૨૦૧૮ની સાલનો શ્‍લોકથોન પ્રોગ્રામ યોજાઇ ગયો. જેમાં સ્‍કૂલના ૧૦૦ ઉપરાંત બાળકોએ વર્ષ દરમિયાન શીખેલા સંસ્‍કૃત શ્‍લોક સ્‍પર્ધામાં ભાગ લીધો હતો. તથા હિન્‍દુ સંસ્‍કૃતિનું વર્ણન કરતા શ્‍લોકો તથા સંસ્‍કૃત ભાષામાં ટુંકી વાર્તાઓ, તેમજ કવિતાઓ બોલી ઉપસ્‍થિત વાલીઓ, શિક્ષકો તેમજ સંસ્‍કૃતિપ્રેમી પ્રજાજનોને ખુશ કરી દીધા હતા.

શ્‍લોકથોન સ્‍પર્ધામાં ગણેશ પંચરત્‍નમ, વિષ્‍નુ એન્‍ડ લલિથા સહસ્‍ત્રનામમ, ભજન, સ્‍ટોરી સહિત કૃતિઓ રજુ કરાઇ હતી. ઉપરાંત નામ રામાયણમ, ગીતા ગોવિંદમ સહિતની કૃતિઓના બાળકોએ કરેલા સ્‍પષ્‍ટ સંસ્‍કૃત ઉચ્‍ચારોએ ઉપસ્‍થિતોને મંત્રમુગ્‍ધ કરી દીધા હતા. બાદમાં સ્‍ટોરી તથા ઉદબોધનનું આયોજન કરાયું હતું. બાદમાં લંચ તથા એવોર્ડ વિતરણ સમારંભ યોજાયો હતો. તેવું IAN દ્વારા જાણવા મળે છે.

(10:58 pm IST)