Gujarati News

Gujarati News

News of Friday, 20th March 2020

કોરોના વાઇરસ : આર્થિક સંકટમાં મુકાયેલી અમેરિકાની બોઇંગ કંપનીએ સરકારની મદદ માંગી : કંપનીના બોર્ડમાં શામેલ ઇન્ડિયન અમેરિકન નીક્કી હેલીએ નારાજ થઇ રાજીનામુ આપી દીધું

વોશિંગટન : કોરોના વાઇરસની અસરને કારણે આર્થિક સંકટમાં મુકાઈ ગયેલી અમેરિકાની બોઇંગ કંપનીએ સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ કમિશન પાસે આર્થિક મદદ માંગતા બોર્ડમાં શામેલ ઇન્ડિયન અમેરિકન મહિલા સુશ્રી નીક્કી હેલી નારાજ થતાં તેમણે રાજીનામુ આપી દીધું છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

સુશ્રી નિક્કીએ જણાવ્યું હતું કે કંપનીએ આર્થિક મદદ માંગવાનું લીધેલું પગલું તેમને વ્યાજબી લાગ્યું નથી.તેથી રાજીનામુ આપી દીધું છે.
ઉલ્લેખનીય છે કે સુશ્રી નીક્કી યુનાઇટેડ નેશન્સમાં અમેરિકાનું પ્રતિનિધિત્વ કરી ચુક્યા છે.તેઓ એપ્રિલ માસમાં બોઇંગ કંપનીના બોર્ડમાં જોડાયા હતા અને હવે તેમણે 16 માર્ચના રોજ રાજીનામુ આપી દીધું છે.

(7:44 pm IST)