Gujarati News

Gujarati News

News of Friday, 20th March 2020

અમેરિકામાં 13 હજારથી વધુ લોકો કોરોના વાઇરસથી સંક્રમિત : આ વાઇરસનો ભોગ બનેલા શહેરોમાં ન્યુયોર્ક અને વોશિંગટન અગ્રક્રમે

વોશિંગટન : અમેરિકામાં કોરોના વાઇરસનો વ્યાપ વધી ગયો છે.જે મુજબ અત્યાર સુધીમાં 13 680  લોકો આ વાઇરસથી સંક્રમિત થઇ ચુક્યા છે. તથા 200 લોકોના મોત નોંધાયા છે. કોરોના વાઇરસના ન્યુયોર્ક અને વોશિંગટન શહેરોમાં વધુ કેસ જોવા મળ્યા છે.સૌથી વધુ ખરાબ હાલત ન્યુયોર્કની છે જ્યાં 5200 કરતા પણ વધુ લોકો કોરોના વાઇરસથી સંક્રમિત છે.જયારે વોશિંગટનમાં 74 લોકો કોરોના વાઇરશથી મૃત્યુ પામ્યા છે.

 

(12:40 pm IST)