Gujarati News

Gujarati News

News of Thursday, 19th March 2020

અમેરિકાની 2020 ની સાલની વસતિ ગણતરીના ફોર્મની પ્રશ્નોત્તરી અંગે માર્ગદર્શન આપશે APIAVote

વોશિંગટન : અમેરિકાની 2020 ની સાલની વસતિ ગણતરીના ફોર્મની પ્રશ્નોત્તરી અંગે એશિયન એન્ડ પેસિફિક આઇલેંડર અમેરિકન વોટ દ્વારા 12 માર્ચથી  ઇન્ડિયન અમેરિકન સહીત AAPI કોમ્યુનિટીને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.દરેક લોકોને 12 માર્ચથી  20 માર્ચ સુધીમાં આ ફોર્મ ભરી આપવા યુ.એસ.સેન્સર્સ બ્યુરો દ્વારા ઈમેલથી મોકલી અપાશે.જે ઓનલાઇન www.my2020census.gov.ને મોકલી આપવાના રહેશે.જેના આઇ ડી દ્વારા ઓનલાઇન પૂછવામાં આવેલા પ્રશ્નો અંગે એશિયન એન્ડ પેસિફિક આઇલેંડર અમેરિકન વોટ દ્વારા માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.
દર દસ વર્ષે થતી વસતિ ગણતરીના આ ફોર્મ દરેકે ભરવા જ જોઈએ.જેથી દેશનું 3 ટ્રિલિયન ડોલર જેટલું ફંડ પબ્લિક ટ્રાન્સપોર્ટેશન ,એજ્યુકેશન ,તથા પબ્લિક હેલ્થ સેન્ટર્સમાં વપરાતું હોવાની ખબર પડી શકે.આથી આ ફોર્મ અંગે માર્ગદર્શન માટે એશિયન એન્ડ પેસિફિક આઇલેંડર અમેરિકન વોટનો સંપર્ક સાધી શકાશે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(8:05 pm IST)