Gujarati News

Gujarati News

News of Tuesday, 17th March 2020

' કોરોના વાઇરસનું જન્મસ્થાન અમેરિકા ' : ચીનનું મંતવ્ય : કોરોના વાઇરસ એ " ચાઇનીસ વાઇરસ " : ટ્રમ્પનો વળતો પ્રહાર

વોશિંગટન : ચીનના વુહાનમાં સૌપ્રથમ કોરોના વાઇરસનો કેસ નોંધાયા બાદ ચીનના વિદેશ મંત્રાલયે આ વાઇરસનું જન્મસ્થાન અમેરિકા હોવાનું જણાવતા ડોનાલ્ડ ટ્રેમ્પ ગિન્નાયા હતા અને આ વાઇરસને ' ચાઇનીસ વાઇરસ ' ગણાવ્યો હતો.

ટ્રમ્પએ અમેરિકન નાગરિકોને જણાવ્યું હતું કે આપણે ચીનમાંથી આવેલા આ વાઇરસને ગમે તેમ કરીને પહોંચી વળશું તેના પ્રતિકાર માટે સરકારની સુચનાઓનો અમલ કરવાથી આપણે ડબલ મજબૂત થઈને બહાર આવી શકશું તેવું તેમણે ઉમેર્યું હતું

(1:31 pm IST)