Gujarati News

Gujarati News

News of Tuesday, 17th March 2020

બ્રિટનમાં વસતા ભારતીયો ભગવાન ભરોસે : ભારતે 1 મહિના સુધી દ્વારો બંધ કર્યા હોવાથી યુ.કે.માં રહેવા મજબુર : કોરોના વાઇરસ સામે સુરક્ષાના પગલાંઓનો જોવા મળી રહેલો અભાવ : ઇટાલી પછી આ વાઇરસનો ભોગ બનનાર રાષ્ટ્ર તરીકે યુ.કે.બીજા નંબરે

લંડન : કોરોના વાઇરસ સામે સલામતીના ભાગ રૂપે  ભારતે 1 મહિના સુધી વિદેશથી આવતા લોકો માટે પ્રવેશબંધી ફરમાવતા યુ.કે,સ્થિત ભારતીય સ્ટુડન્ટ્સ ,વ્યવસાયીઓ સહિતના લોકો કે જેઓ આ કપરા સંજોગોમાં વતનમાં જવા ઇચ્છતા હતા તેઓ મુશ્કેલીમાં મુકાઈ  ગયા હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

છેલ્લે શુક્રવારે આવી શકેલા સ્ટુડન્ટે જણાવ્યા મુજબ યુ.કે.માં પરિસ્થિતિ બહુ ખરાબ છે.કોરોના વાઇરસ સામે સલામતી માટે કોઈ પગલાં લેવાઈ રહ્યા નથી.ખાસ કરીને મોટી સંખ્યામાં વસતા ઓવરસીઝ સિટીઝન્સ ઓફ ઇન્ડિયા માટે કપરી પરિસ્થિતિનું નિર્માણ થયું છે.કારણકે યુ.કે.માં ફેલાઈ રહેલો વાઇરસ વિશ્વમાં ઇટાલી પછી બીજા નંબરે છે.

(1:20 pm IST)