Gujarati News

Gujarati News

News of Monday, 16th March 2020

જીવનજરૂરી ચીજોનો સંગ્રહ કરવાની જરૂર નથી : અમેરિકાના પ્રજાજનોને પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની અપીલ : દેશ પાસે પૂરતો સ્ટોક છે ચિંતા કરવાનું કોઈ કારણ નથી

વોશિંગટન : અમેરિકામાં કોરોના વાઇરસના ફફડાટને કારણે લોકો જીવન જરૂરી ચીજોનો સંગ્રહ કરવા લાગ્યા છે.ગ્રોસરી સ્ટોર્સમાં લાંબી કતારો જોવા મળી રહી છે.તેથી લોકોનો ભય દૂર કરવા પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પએ ગ્રોસરી સ્ટ્રૉર્સના  માલિકોની મિટિંગ બોલાવી હતી તથા બાદમાં જણાવ્યું હતું કે જીવન જરૂરી ચીજોનો સંગ્રહ કરવાની જરૂર નથી.દેશ પાસે પૂરતો સ્ટોક છે.
અમુક સ્ટોર  માલિકોએ જણાવ્યા મુજબ આટલી બધી ખરીદી તો ક્રિસમસ તહેવારોમાં પણ જોવા મળી નથી.તેથી વસ્તુઓની તંગીનો હાઉ દૂર કરવા ટ્રમ્પએ લોકોને ઉપરોક્ત અપીલ કરી હોવાનું સમાચાર  સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(7:10 pm IST)