Gujarati News

Gujarati News

News of Wednesday, 20th March 2019

અેપ્રીલ ૨૦૧૯ના દરમ્યાન વીઝા અંગેની સંપૂર્ણ માહિતી અમારા વાંચક વર્ગ માટે નીચે મુજબની પ્રસિદ્ધ કરેલ છે જેનાથી કઇ કેટેગરી કેટલા અઠવાડીયા આગળ વધી તે સહેલાઇથી જાણી શકાશેઃ કૌટુમ્બીક આધારિત તમામ કેટેગરીઓ અેકથી સાત અઠવાડીયા આગળ વધવા પામેલ છે જ્યારે રોજગાર આધારિત પહેલી કેટેગરી અેકપણ અઠવાડીયુ આગળ વધેલ નથીઃ ચોથી કેટેગરી તેમજ ધાર્મિક વ્‍યક્તિઓ માટે તેમજ રોજગાર ઉત્પન્ન કરનાર રીજીયોનલ સેન્ટરમાં વર્તમાન સમય ચાલુ હોવાથી અરજદારોને વીઝા મળવાની શક્યતાઓ રહેલ છે પરંતુ તેમણ઼ે હાલના ઇમીગ્રેશનના કાયદાઓનું પાલન કરવાનું રહેશે

(કપિલા શાહ દ્વારા) શિકાગોઃ અેપ્રીલ-૨૦૧૯ માસ દરમ્યાન વીઝા અંગેની સંપૂર્ણ માહિતી અમોઅે અમારા વાંચક વર્ગ માટે નીચે દર્શાવ્યા મુજબની પ્રસિદ્ધ કરેલ છે તેનાથી કઇ કેટેગરી કેટલા અઠવાડીયા આગળ વધી તે સહેલાઇથી જાણી શકાશે. ચાલુ માસ દરમ્યાન કૌટુમ્બીક આધારિત તમામ કેટેગરીઓ અેકથી સાત અઠવાડીયા આગળ વધવા પામેલ છે. આ વિભાગની પહેલી કેટેગરી પાંચ અઠવાડીયા આગળ વધવા પામેલ છે. જ્યારે ૨અે કેટેગરી સાત અઠવાડીયા આગળ વધવા પામેલ છે. આ વિભાગની ૨બી કેટેગરી અેકાઅેક અગીયાર અઠવાડીયા આગળ વધેલ છે જ્યારે ૩જી કેટેગરી આ માસ દરમ્યાન બે અઠવાડીયા આગળ વધેલ છે. આ વિભાગની ચોથી કેટેગરી ચાલુ માસ દરમ્યાન ફક્ત અેક જ અઠવાડીયુ આગળ વધવા પામેલ છે. તેથી અમેરીકન નાગરિકત્વ ધરાવનાર વ્‍યક્તિ કે જેઓ અત્રે વસવાટ કરે છે અને તેમણે પોતાના ભાઇઓ તથા બહેનો માટે પિટીશન ફાઇલ કરેલ છે તેઓમાં નિરાશાની લાગણીઓ પ્રસરી જવા પામેલ છે. ગયા માસ દરમ્યાન આ કેટેગરી અેકાઅેક ૨૪ અઠવાડીયા જેટલી આગળ વધવા પામેલ હતી. જ્યારે આ કેટેગરી ફક્ત અેક જ અઠવાડીયુ આગળ વધતા સર્વત્ર જગ્યાઅે આશ્ચર્યની લાગણી પ્રસરી જવા પામેલ છે.

વિશેષમાં રોજગાર આધારિત કેટેગરીમાં પહેલી કેટેગરી ચાલુ માસ દરમ્યાન અેકપણ અઠવાડીયુ આગળ વધવા પામેલ નથી. જ્યારે ૨જી કેટેગરી ફક્ત ત્રણ દિવસ આગળ વધેલ છે. આ વિભાગમાં ત્રીજી તથા બીજા અન્ય કામદારોની કેટેગરીઓ આઠ-આઠ અઠવાડીયા આગળ વધવા પામેલ છે. આ વિભાગની ચોથી કેટેગરી તથા ધાર્મિક વ્યક્તિઓ માટે અત્રે આવવા માટે જો અરજી કરવામાં આવે તો હાલમાં વર્તમાન સમય ચાલુ હોવાથી તેમને તથા રોજગારી ઉત્પન્ન કરનાર રીજીઓનલ સેન્ટર તથા નોન રીજીઓનલ સેન્ટરમાં હાલમાં વર્તમાન સમય ચાલુ હોવાથી તેવા લોકો આ કેટેગરીઓમાં અરજી કરે તો વીઝા મળવાની શક્યતાઓ રહેલ છે. પરંતુ અરજદારોઅે હાલના ઇમીગ્રેશનના કાયદાઓનું ચૂસ્તપણે પાલન કરવાનું રહેશે અને તેમ ન કરનારને કદાચ વીઝા ન પણ મળી શકે. આ અંગે તેમણે આ નિયમોના જાણકારોનો સંપર્ક કેળવવો હિતાવહ છે કે પાછળથી પસ્તાવાનો સમય ન આવે.

 

 

 

અેપ્રિલ ૨૦૧૯ માસ દર‌મ્યાન વીઝા અંગેની સંપૂર્ણ માહિતી.

 

કૌટુમ્બીક આધારિત વિભાગો

ભારત કટ ઓફ તારીખ

અમેરીકન નાગરિકત્વ ધરાવનાર વ્‍યક્તિના ૨૧ વર્ષથી

વધુ વયના અપરણીત સંતાનો (F-1)

૧લી ડીસેમ્બર-૨૦૧૧

૨એ

કાયમી વસવાટ કરનારાઓના પતિ-પત્ની

તથા અપરણીત સંતાનો (F-2A

૧લી માર્ચ-૨૦૧૭

૨બી

કાયમી વસવાટ કરનારાઓના ૨૧ વર્ષથી વધુ વયના

અપરણીત સંતાનો (F-2B)

૨૨મી ઓક્ટોબર-૨૦૧૨

 

અમેરીકન નાગરિકત્વ ધરાવનાર વ્‍યકિતના

પરણીત સંતાનો (F-3)

૨૨મી સપ્ટેમબર-૨૦૦૬

અમેરિકન નાગરિકત્વ ધરાવનાર વ્‍યકિતના

પુખ્ત વયના ભાઇઓ તથા બહેનો (F-4)

૧પમી જુલાઇ-૨૦૦૪

 

 

કૌટુમ્બીક આધારિત વિભાગો

પિટીશન ફાઇલ કરેલ તે તારીખ

અમેરીકન નાગરિકત્વ ધરાવનાર વ્‍યક્તિના ૨૧ વર્ષથી

વધુ વયના અપરણીત સંતાનો (F-1)

૧લી જુલાઇ-૨૦૧૨

૨એ

કાયમી વસવાટ કરનારાઓના પતિ-પત્ની

તથા અપરણીત સંતાનો (F-2A

૧પમી ડીસેમ્બર-૨૦૦૭

૨બી

કાયમી વસવાટ કરનારાઓના ૨૧ વર્ષથી વધુ વયના

અપરણીત સંતાનો (F-2B)

૧લી જુલાઇ-૨૦૧૪

 

અમેરીકન નાગરિકત્વ ધરાવનાર વ્‍યકિતના

પરણીત સંતાનો (F-3)

૨૨મી અેપ્રીલ-૨૦૦૭

અમેરિકન નાગરિકત્વ ધરાવનાર વ્‍યકિતના

પુખ્ત વયના ભાઇઓ તથા બહેનો (E-4)

૧પમી ફેબ્રુઆરી-૨૦૦પ

વિશેષમાં ઇમીગ્રેશન ખાતાના નિયમો અનુસાર કૌટુમ્બીક આધારિત વિભાગો સિવાય રોજગાર આધારિત વિભાગોમાં પણ ભીન્ન ભીન્ન પ્રકારની કેટેગરીઓ શરૂ કરવામાં આવેલ છે અને તેનો લાભ કુશળ કારીગરો સવિશેષ પ્રમાણમાં લે છે. આ વિભાગમાં જે નીચે મુજબની તારીખો દર્શાવવામાં આવેલ છે તે અેપ્રીલ ૨૦૧૯ માસ દરમ્યાન ભારત માટેની કટઓફની તારીખ છે જેની વાંચક વર્ગે નોંધ લેવા નમ્ર વિનંતી છે.

 

રોજગાર આધારિત વિભાગો

ચઢીયાતા કામગદારો (E-1)

૨૨મી ફેબ્રુઆરી-૨૦૧૭

ધંધાકીય ડીગ્રી ધારણ કરનારાઓ (E-2)

૧૨મી અેપ્રીલ-૨૦૦૯

કુશળ કારીગરો (E-3)

અન્ય કામદારો (E-W)

૨૨મી જુન-૨૦૦૯

૨૨મી જુન-૨૦૦૯

ચોક્કસ વસાહતીઓ (E-4)

ધાર્મિક વ્‍યકિતઓ

વર્તમાન

વર્તમાન

રોજગારી ઉત્‍પન્‍ન  કરનાર (નોન રીજીઓનલ સેન્‍ટર)

(C5 and T5)

વર્તમાન

રોજગારી ઉત્‍પન્‍ન કરનાર (રીજીઓનલ સેન્‍ટર) (I5 and R5)

વર્તમાન

વધારામાં રોજગાર આધારિત વિભાગોમાં જે વ્‍યક્તિઓઅે અમેરીકામાં સ્‍થાયી જવા માટે અરજી કરેલ છે તેની પ્રાયોરીટી તારીખ છે અને તે આધારે ઇમીગ્રેશન ખાતાના અધીકારીઓ દ્વારા જરૂરી પગલા લેવાઇ રહ્યા છે. આ અંગે ઇમીગ્રેશન ખાતાની વેબસાઇટનો ઉપયોગ કરવો હિતાવહ છે.

રોજગાર આધારિત વિભાગો

ચઢીયાતા કામગદારો (E-1)

૧લી ઓક્ટોબર-૨૦૧૭

ધંધાકીય ડીગ્રી ધારણ કરનારાઓ (E-2)

૧લી જુન-૨૦૦૯

કુશળ કારીગરો (E-3)

અન્ય કામદારો (E-W)

૧લી અેપ્રીલ-૨૦૧૦

૧લી અેપ્રીલ-૨૦૧૦

ચોક્કસ વસાહતીઓ (E-4)

ધાર્મિક વ્‍યકિતઓ

વર્તમાન

વર્તમાન

રોજગારી ઉત્‍પન્‍ન  કરનાર (નોન રીજીઓનલ સેન્‍ટર)

(CS and T5)

વર્તમાન

રોજગારી ઉત્‍પન્‍ન કરનાર (રીજીઓનલ સેન્‍ટર)

(I5 and R5)

વર્તમાન

કટ ઓફ તારીખ

માર્ચ-૨૦૧૯ માસ દરમ્યાન વીઝા અંગેની જે માહિતીઓ હતી અને અેપ્રીલ ૨૦૧૯ ચાલુ માસ દરમ્યાન ઉપરોક્ત મુજબની જે માહિતીઓ પ્રસિદ્ધ કરેલ છે તેમાંથી કઇ કેટેગરી કેટલા અઠવાડીયા આગળ વધી તે સહેલાઇથી જાણી શકાશે.

કૌટુમ્બીક આધારિત કેટેગરી

ગયા મહિનાની

કટ ઓફ તારીખ

ચાલુ માસની

કટ ઓફ તારીખ

કેટલા અઠવાડિયા આગળ વધી

૨૨મી ઓક્ટોબર-૨૦૧૧

૧લી ડીસેમ્બર-૨૦૧૧

પાંચ અઠવાડીયા

૨એ

૮મી જાન્યુઆરી-૨૦૧૭

૧લી માર્ચ-૨૦૧૭

સાત અઠવાડીયા

રબી

૮મી સપ્ટેમ્બર-૨૦૧૨

૨૨મી ઓક્ટોબર-૨૦૧૨

અગીયાર અઠવાડીયા

૮મી સપ્ટેમ્બર-૨૦૦૬

૨૨મી સપ્ટેમ્બર-૨૦૦૬

બે અઠવાડીયા

૮મી જુલા-૨૦૦૪

૧પમી જુલાઇ-૨૦૦૪

અેક અઠવાડીયુ

 

રોજગાર આધારિત વિભાગો

ચઢીયાતા કામદારો(E-1)

૨૨મી ફેબ્રુઆરી-૨૦૧૭

૨૨મી ફેબ્રુઆરી-૨૦૧૭

-

ધંધાકીય ડીગ્રી ધારણ કરનારાઓ (E-2)

૯મી અેપ્રીલ-૨૦૦૯

૧૨મી અેપ્રીલ-૨૦૦૯

ત્રણ દિવસ

કુશળ કારીગરો

(E-3)

૨૨મી મે-૨૦૦૯

૨૨મી જુલાઇ-૨૦૦૯

આઠ અઠવાડીયા

 

બીજા અન્‍ય કામદારો

૨૨મી મે-૨૦૦૯

૨૨મી જુલાઇ-૨૦૦૯

આઠ અઠવાડીયા

ચોક્કસ વસાહતીઓ

(E-4)

વર્તમાન

વર્તમાન

-

 

ધાર્મિક વ્‍યકિતઓ

હાલમાં અશક્ય

વર્તમાન

-

રોજગારી ઉત્‍પન્‍ન  કરનાર (નોન રીજીઓનલ સેન્‍ટર)

(C5 and T5)

વર્તમાન

વર્તમાન

-

રોજગારી ઉત્‍પન્‍ન કરનાર (રીજીઓનલ સેન્‍ટર)

(I5 and R5)

હાલમાં અશક્ય

વર્તમાન

-

 

 

(8:42 am IST)