Gujarati News

Gujarati News

News of Saturday, 16th March 2019

અમેરિકાના સાઉથ કોરીનમાં લૂંટના ઇરાદે વધુ એક ગુજરાતી યુવાન પર ફાયરિંગ

મૂળ આંકલાવના ખુશ પટેલ દુકાનમાં એકલો હતો ત્યારે હુમલાખોર બંદૂક લઇને લૂંટનાં ઇરાદે અંદર ઘુસ્યો

અમેરિકામાં વધુ એક ગુજરાતી યુવાન પર હુમલો થયાની ઘટના બની છે અમેરિકાનાં સાઉથ કોરીનામાં ગુજરાતનાં આંકલાવનાં ખુશ પટેલ પર હુમલો થતાં તેનાં માથામાં ગોળી વાગી છે. અને તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયો છે

   મળતી વિગત મુજબ સાઉથ કોરીનામાં એક દુકાનમાં ખુશ પટેલ નામનો ગુજરાતી યુવક ઘણાં સમયથી નોકરી કરે છે. જ્યારે ખુશ પટેલ દુકાનમાં એકલો હતો ત્યારે  હુમલાખોર બંદૂક લઇને લૂંટનાં ઇરાદે અંદર  આવ્યો હતો.અને ફાયરિંગ કર્યું હતું જોકે  હુમલાખોર ત્યાંથી ફરાર થઇ ગયો હતો.ખુશને માથામાં ઇજા પહોંચી હતી. જેથી તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
   આ ઘટનાને કારણે આંકલાવમાં રહેતા પરિવારમાં પણ દુખની લાગણી છવાઇ ગઇ છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ અનેકવાર અમેરિકામાં લૂંટના ઇરાદે ગુજરાતીઓ પર હુમલા થયા છે. થોડા સમય પહેલા મૂળ કલોક નારદીપુર ગામના નરેન્દ્રભાઇની હત્યા કરવામાં આવી હતી. તેઓ જ્યોર્જીયામાં સુપર માર્કેટ ચલાવતા હતા. સૂપર માર્કેટમાં અચાનક લૂંટારૂઓ આવી ચડ્યા હતા. પ્રથમ તો તેમણે લૂંટ ચલાવી અને ભાગતી વખતે લૂંટારૂઓએ ચાર રાઉન્ડ ગોળીબાર કર્યા હતા. જેમાં ગંભીર રીતે ઇજા પામેલા નરેન્દ્રભાઇ મોતને ભેટ્યા હતા. તેઓ અમેરિકામાં પોતાની પત્ની અને બે બાળકો સાથે રહે છે

(9:05 pm IST)