Gujarati News

Gujarati News

News of Saturday, 16th March 2019

ન્યુઝીલેન્ડમાં થયેલા આતંકવાદી હુમલાને વખોડી કાઢતા યુ.એસ.ના મુસ્લિમ, શીખ, તથા ઇન્ડિયન અમેરિકન સંગઠનોઃ મૃતકોને શ્રધ્ધાંજલી આપીઃ મસ્જીદ, મંદિર, ગુરૂદ્વારા, તથા ચર્ચ સહિતના ધાર્મિક સ્થાનો પર સલામતિ વ્યવસ્થા જડબેસલાક થાય તેવો અનુરોધ કર્યો

વોશીંગ્ટનઃ ન્યુઝીલેન્ડ ક્રાઇસ્ટચર્ચમાં આવેલી ૨ મસ્જીદો ઉપર ૧૫ માર્ચના રોજ આતંકવાદી હુમલો થતા ૪૯ લોકોના કરૂણ મોત નિપજ્યા છે. જેઓને શ્રધ્ધાંજલી આપવા તથા આતંકવાદ વિરૂધ્ધ સંગઠિત થઇ અગમચેતી રૂપ પગલા ભરવા યુ.એસ.માં મમુસ્લિમ તથા શીખ તેમજ ઇન્ડિયન અમેરિકન સંગઠનો દ્વારા શ્રધ્ધાંજલિ સભા યોજાઇ હતી.

આ સભામાં ઉપસ્થિત આગેવાનોએ આતંકવાદી હુમલાને વખોડી કાઢ્યો હતો. તથા આવા હુમલાઓ થતા રોકવા મસ્જીદ ગુરૂદ્વારા મંદિરો, તથા ચર્ચમાં અગમચેતીરૂપ પગલા લેવાય તેવો અનુરોધ કર્યો હતો. આ સભામાં ઇન્ડિયન અમેરિકન કોંગ્રેસમેન શ્રી રામ ક્રિશ્નામુર્થી સહિત વિવિધ અગ્રણીઓએ હાજરી આપી હતી.

(8:48 pm IST)