Gujarati News

Gujarati News

News of Thursday, 20th February 2020

બર્ની સેન્ડર્સના ચૂંટણી કમપેનમાં ઇન્ડિયન અમેરિકન શ્રી સંજય પટેલની નિમણુંક : ડેમોક્રેટિક કમિટી મેમ્બર શ્રી પટેલ ફ્લોરિડા ફિલ્ડ ડિરેક્ટર તરીકે જવાબદારી સંભાળશે

ફ્લોરિડા : બ્રેવર્ડ કાઉન્ટી ડેમોક્રેટિક સ્ટેટ કમિટી મેમ્બર ઇન્ડિયન અમેરિકન શ્રી સંજય પટેલને અમેરિકાના 2020 ની સાલના પ્રેસિડન્ટ પદના ઉમેદવાર બર્ની સેન્ડર્સના ચૂંટણી કમપેનમાં ફ્લોરિડા ફિલ્ડ ડિરેક્ટર તરીકે નિમણુંક અપાઈ છે.
વર્મોન્ટમાંથી યુ.એસ.સેનેટર તરીકે ચૂંટાઈ આવેલા તથા પ્રેસિડન્ટ પદ માટે હોટ ફેવરિટ ગણાતા સેન્ડર સહીત પ્રેસિડન્ટ પદ માટેના તમામ ડેમોક્રેટિક ઉમેદવારો માટે ફ્લોરિડા મહત્વનું સ્થાન છે જે ચૂંટણીમાં ચાવી રૂપ ભૂમિકા ભજવી શકે છે.
પ્રાઈમરી ચૂંટણી 17 માર્ચના રોજ છે.

(7:05 pm IST)