Gujarati News

Gujarati News

News of Thursday, 20th February 2020

ડોનાલ્ડ ટ્રમ્પના ભારત પ્રવાસમાં ઇન્ડિયન અમેરિકન ડો.સંપત શિવાંગી શામેલ

વોશિંગટન : અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ 24 ફેબ્રુઆરીના રોજ ભારતના પ્રવાસે આવી રહ્યા છે.તેમની સાથેના પ્રતિનિધિ મંડળમાં ઇન્ડિયન અમેરિકન ફિઝીશીઅન ડો.સંપત શિવાંગીને પણ શામેલ કરાયા છે.
ડો.શિવાંગી અમેરિકન એશોશિએશન ઓફ ફિઝિશિયનશ ઓફ ઇન્ડિયન ઓરિજિન (AAPI ) સાથે વર્ષોથી જોડાયેલા છે.તેમજ અમેરિકાની અનેક આરોગ્ય સંસ્થાઓમાં તેમનું મહત્વનું યોગદાન છે.

આ ઉપરાંત અન્ય કોમ્યુનિટી આગેવાનોનો પણ પ્રતિનિધિ મંડળમાં સમાવેશ થઇ શકે છે જેમાં સુશ્રી રીટા બરનવાલ , શ્રી પ્રેમ પરમેશ્વરન ,શ્રી બિમલ પટેલ ,શ્રી મનીષ સિંઘ ,શ્રી અજિત પાઇ ,સુશ્રી સીમા વર્મા ,શ્રી કાશ પટેલ ,સહિતનાઓની શક્યતા છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

 

(1:22 pm IST)