Gujarati News

Gujarati News

News of Wednesday, 20th February 2019

યુ.એસ.ની નેશનલ એકેડેમી ઓફ એન્જીનીઅરીંગમાં ૫ ઇન્ડિયન અમેરિકન એન્જીનીઅર ચૂંટાઇ આવ્યાઃ એન્જીનીઅરીંગ સંશોધનો, એજ્યુકેશન, ટેકનોલોજી, સહિત વિવિધિ ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન બદલ ચૂંટાઇ આવેલા ૮૬ નવા મેમ્બર્સમાં સ્થાન મેળવ્યું

વોશીંગ્ટનઃ યુ.એસ.ની નેશનલ એકેડેમી ઓફ એન્જીનીઅરીંગમાં ચૂંટાઇ આવેલા ૨૦૧૯ની સાલના ૮૬ નવા મેમ્બર્સમાં પાંચ ઇન્ડિયન અમેરિકન એન્જીનીઅરએ સ્થાન મેળવ્યું છે.

એન્જીનીઅરીંગ સંશોધનો, પ્રેકટીસ, એજ્યુકેશન, ટેકનોલોજી, સહિતના ક્ષેત્રોમાં વિશિષ્ટ પ્રદાન બદલ ચૂંટાઇ આવેલા આ પાંચ ઇન્ડિયન અમેરિકન એન્જીનીઅર્સમાં પ્રોફેસર પી.ડી. વૈદ્યનાથન, શ્રી કિશન આહુજા, પ્રોફેસર શ્રી પ્રતિમ બિશ્વાસ, શ્રી અનિલકુમાર, તથા શ્રી હેમંત કે.થાપર'નો સમાવેશ થાય છે.

(8:11 pm IST)