Gujarati News

Gujarati News

News of Wednesday, 20th February 2019

'સરસ્વતી પૂજા': અમેરિકાના હ્યુસ્ટનમાં ૯ ફેબ્રુ. ૨૦૧૯ વસંત પંચમીના દિવસે ઉજવાઇ ગયેલો ઉત્સવઃ બંગાળી પ્રજાજનોએ વિશાળ સંખ્યામાં હાજરી સાથે પૂજા કરીઃ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા

 

 

હ્યુસ્ટનઃ અમેરિકાના હ્યુસ્ટનમાં વસતા બંગાળી પ્રજાજનોએ ૯ ફેબ્રુ. ૨૦૧૯ના વસંતપંચમીના રોજ 'સરસ્વતી પુજા' ઉત્સવ ઉજવ્યો હતો.

વિદ્યા, વિવેક તથા સુમધુર વાણીના પ્રદાતા ગણાતા સરસ્વતી દેવીની પૂજા તથા અર્ચના કરવા બંગાળી સમુહ વિશાળ સંખ્યામાં ઊમટી પડ્યો હતો.

આલીઆના કોમ્યુનીટી સેન્ટર ખાતે કરાયેલી પૂજા વિધિ ડો. વિસ્નુપદ ગોસ્વામીના માર્ગદર્શન હેઠળ કરાઇ હતી તથા સરસ્વતી દેવીની મૂર્તિને શણગાર કરાયો હતો. હાથમાં વીણા ધારણ કરેલા હંસવાહિની સમક્ષ વિદ્યાર્થીઓએ પુસ્તકો મુકી આશિર્વાદ લીધા હતા. સરસ્વતી દેવીને પ્રસાદ ધરાવી તેનું વિતરણ કરાયું હતું તથા સંગીત, કથક ડાન્સ સહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. મહિલાઓએ પીળી સાડી, પુરૂષોએ તથા બાળકોએ પીળા ખેસ ધારણ કર્યા હતા. બાદમાં સ્વાદિષ્ટ ભોજનનો સહુએ આનંદ માણ્યો હતો તેવું IAN દ્વારા જાણવા મળે છે.

 

(5:35 pm IST)