Gujarati News

Gujarati News

News of Tuesday, 19th January 2021

આજ 19 જાન્યુઆરી મંગળવારના રોજ અમેરિકામાં ' પ્રેસિડન્ટ ઇનોગ્રેશન કમિટી ' ના ઉપક્રમે વિવિધ કાર્યક્રમોની ભરથાર : ઇન્ડિયન અમેરિકન એડવોકસી એન્ડ પોલિટિકલ એક્શન કમિટી ( IMPACT ) ના યજમાનપદે' એશિયન અમેરિકન ઈનોગ્રલ બોલ ' કાર્યક્રમનું આયોજન : અશ્વેત સમુદાયને સન્માનિત કરતો પ્રોગ્રામ ' વી આર વન ' યોજાશે : મહાનુભાવોના ઉદબોધનો ,મ્યુઝિક ,તથા મનોરંજન કાર્યક્રમોની હારમાળા : આવતીકાલ 20 જાન્યુઆરીના રોજ અમેરિકાના પ્રેસિડન્ટ પદની સોગંદવિધિ

વોશિંગટન : આવતીકાલ 20 જાન્યુઆરીના રોજ અમેરિકાના નવનિયુક્ત ડેમોક્રેટિક પ્રેસિડન્ટ જો બિડન તથા વાઇસ પ્રેસિડન્ટ ઇન્ડિયન અમેરિકન મહિલા સુશ્રી કમલા હેરિસનો સોગંદવિધિ યોજાશે.

ત્યાર પહેલા આજ 19 જાન્યુઆરી મંગળવારના રોજ ' પ્રેસિડન્ટ ઇનોગ્રેશન કમિટી ' ના ઉપક્રમે વિવિધ કાર્યક્રમો યોજાયા છે.જે મુજબ ઇન્ડિયન અમેરિકન એડવોકસી એન્ડ પોલિટિકલ એક્શન કમિટી ( IMPACT ) ના યજમાનપદે' એશિયન અમેરિકન ઈનોગ્રલ બોલ ' કાર્યક્રમનું આયોજન કરાયું છે.ઉપરાંત  અશ્વેત સમુદાયને સન્માનિત કરતો પ્રોગ્રામ ' વી આર વન ' યોજાશે.

આજ મંગળવારના રોજ ઉપરોક્ત કાર્યક્રમોમાં અનેક ઇન્ડિયન અમેરિકન મહાનુભાવો હાજરી આપશે તેમજ ઉદબોધન પણ કરશે.ઉપરાંત મ્યુઝિક તથા મનોરંજન કાર્યક્રમોના પણ આયોજન  કરાયા છે.તેવું એચ.ટી.દ્વારા જાણવા મળે છે.

(5:59 pm IST)