Gujarati News

Gujarati News

News of Saturday, 19th December 2020

યુ.એસ.માં ન્યુજર્સી સ્થિત શ્રી સુભાષભાઈ ઉપાધ્યાયનું હાર્ટ એટેકથી દુઃખદ અવસાન : 17 ડિસેમ્બર 2020 ના રોજ અંતિમ શ્વાસ લીધા : ન્યુજર્સી ખાતેના ગુજરાતી સમાજના ફાઉન્ડિંગ મેમ્બર હતા

દિપ્તીબેન જાની દ્વારા ,ન્યુજર્સી : યુ.એસ.માં ન્યુજર્સી સ્થિત શ્રી સુભાષભાઈ ઉપાધ્યાયનું 17 ડિસેમ્બર 2020 ગુરુવારના રોજ બપોર બાદ હાર્ટ એટેકથી દુઃખદ અવસાન થયું છે.18 ડિસેમ્બર 1947 ના રોજ તેમનો જન્મ થયો હતો.

ઇન્ડિયન કોમ્યુનિટીના તેઓ સક્રિય કાર્યકર હતા.તથા ન્યુજર્સી ખાતેના ગુજરાતી સમાજ ઓફ નોર્થ અમેરિકાના ફાઉન્ડિંગ મેમ્બર હતા.તથા સીનીઅર સીટીઝન માટેની જુદી જુદી પ્રવૃતિઓમાં પણ તેમનું  સક્રિય યોગદાન હતું.

શરૂઆતમાં જર્સી સીટી બાદ એડિશનમાં સ્થાયી થયેલા સ્વ.સુભાષભાઈ છેલ્લા એકાદ વર્ષથી જુદી જુદી બીમારીઓથી પીડાતા હતા.તેઓ ગુજરાતના ખેડા જિલ્લામાં આવેલા કથલાલ ગામના વડદરા બ્રાહ્મણ હતા.આ અગાઉ તેઓ મુંબઈમાં રહેણાંક વખતે પણ સક્રિય કોમ્યુનિટી વર્કર હતા.એકાદ વર્ષ પહેલા તેમના પત્નીનું અવસાન થયું હતું.

તેઓ તેમની પાછળ પુત્ર અંકિત તથા પુત્રી કરીના તથા 3 ગ્રાન્ડ ચિલ્ડ્રન સહીત વિશાળ ચાહક વર્ગને વિલાપ કરતા છોડી ગયા છે.

પરમ કૃપાળુ પરમાત્મા તેમના પરમ પવિત્ર આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના.
ઓમ શાંતિ .

(6:25 pm IST)