Gujarati News

Gujarati News

News of Monday, 18th November 2019

અમરિકામાં વસતા વિદેશીઓને નાગરિકત્વ આપવા માટેની ફીમાં ૮૩ ટકા વધારો સૂચવાયોઃ અરજી દીઠ ૬૪૦ ડોલરને બદલે ૧૧૭૦ ડોલર વસુલવા DHSની ભલામણ

યુ.એસ.માં પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટી તંત્રએ વિદેશી નાગરિકોને અપાતા નાગરિકત્વ માટેની ફીમાં ૮૩ ટકા વધારો કરવાની ભલામમ કરી છે. જે માટેના કારણમાં જણાવાયા મુજબ અમેરિકાના નાગરિક તરીકે મળતી સેવાઓ માટે વધારે ફી વસુલવી જરૂર બની ગઇ છે.

આથી ડીપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિકયુરીટી (DHS)એ વર્તમાન ફીમાં ૮૩ ટકાનો વધારો સૂચવ્યો છે. હાલમાં યુ.એસ.સિટીઝનશીપ એન્ડ. ઇમીગ્રેશન સર્વિસીઝ (USCIS) દ્વારા અરજી દીઠ ૬૪૦ ડોલર ફી વસુલાય છે. તે ૧૧૭૦ ડોલર કરવાની ભલામણ કરી છે. તેમજ લીગલ પરમેનન્ટ રેસિડન્સી ફી ૭૯ ટકા વધારી ૨૧૯૫ ડોલર થઇ જશે. જે આશ્રિતો માટે, DACA માટે સહિત જુદા જુદા ક્ષેત્રે અલગ અલગ રાખવા ભલામણ કરાઇ છે. આ માટે જનમત લેવાશે જેની છેલ્લી તારીખ ૧૬ ડિસેં.રહેશે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(7:58 pm IST)