Gujarati News

Gujarati News

News of Monday, 18th November 2019

યુ.એસ.માં રોટરી કલબ ઓફ ઇમોરી ડ્રુડ હિલ્સના ઉપક્રમે ''વર્લ્ડ પોલીયો ડે'' તથા ''દિવાળી ઉત્સવ'' ઉજવાયા

જયોર્જીયાઃ યુ.એસ.માં રોટરી કલબ ઓફ ઇમોરી ડ્રુડ હિલ્સ (RCEDH)ના ઉપક્રમે તાજેતરમાં ૨૩ ઓકટો.ના રોજ ''વર્લ્ડ પોલીયો ડે'' ''દિવાળી ઉત્સવ'' તથા નવા ૨ મેમ્બરને આવકારતો ૧૦મો વાર્ષિક ઉત્સવ ઉજવાઇ ગયો.

આ તકે પાસ્ટ પ્રેસિડન્ટ શ્રી ઉપેન્દ્ર ભટ્ટએ સહુ ઉપસ્થિતોનું સ્વાગત કર્યુ હતું. તથા વર્તમાન પ્રેસિડન્ટ શ્રી ચિત્તરંજન જયોતિષીએ RCEDH દ્વારા અપાતી કોમ્યુનીટી સેવાઓ વિષયક ઉદબોધન કર્યુ હતું. તથા શ્રી રાણી સિંગ અને શ્રી નેહલ વ્યાસ દ્વારા રાષ્ટ્રગીતનું ગાન કરાવાયું હતું.

(7:57 pm IST)