Gujarati News

Gujarati News

News of Monday, 19th November 2018

આર્ટ ઓફ લીવીંગના પ્રણેતા શ્રી શ્રીરવિશંકરએ UAEમાં સૌથી મોટી ગણાતી મસ્જીદની મુલાકાત લીધીઃ મસ્જીદના પિલોરનું બાંધકામ તથા આધ્યાત્મિક વાઇબ્રેશનની પ્રશંસા કરી

યુ.એ.ઇ.: યુ.એ.ઇ.માં આવેલી સૌથી મોટી ગણાતી શેખ ઝાયેદ મસ્જીદની ગઇકાલ રવિવારે આર્ટ ઓફ લીવીંગના પ્રણેતા શ્રી શ્રીરવિશંકરએ મુલાકાત લીધી હતી. તથા મસ્જીદના પિલોર સહીતના બાંધકામ તથા આધ્યાત્મિક વાયબ્રેશનની પ્રશંસા કરી હતી.

અબુધાબી ખાતે નિર્માણ કરાયેલી આ મસ્જીદના પિલોર હિન્દુ કારીગરોએ બનાવેલા છે. જેઓ વિશ્વની અજાયબી સમાન ગણાતા ભારતના તાજમહાલના બાંધકામ માટે યોગદાન આપનાર શિલ્પી પરિવારના વંરાજ હોવાનું માનવામાં આવે છે.

શ્રી શ્રીરવિશંકરે આ મસ્જીદની મુલાકાત લઇ વેરી બ્યુટીફુલ પ્લેસ તેવું વીઝીટર્સ બુકમાં લખ્યુ છે.

(9:39 pm IST)