Gujarati News

Gujarati News

News of Monday, 19th November 2018

ડેમોક્રેટીક પાર્ટીમાં હાઉસના સ્પીકરના પદ માટે ઉકળતો ચરૃઃ હાઉસના નેતાના પદ માટે નેન્સી પલોસીને કપરા ચઢાણ અને તેમની સામે ઓહાયોના ડેમોક્રેટીક પાર્ટીના ઉમેદવાર મર્સીઆ ફજ ચુંટણીમાં ઝપલાવશેઃ આગામી ૨૮મી નવેમ્બરના રોજ પક્ષની આંતરીક ચુંટણીમાં ખરાખરીનો જંગ જામશે તેમજ આગામી વર્ષે ૩જી જાન્યુઆરીના રોજ જાહેર મતદાન થતાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જો નેન્સી પલોસી વોટની માંગણી કરે તો તેની તરફેણમાં મત આપવાનો કરેલો કોલ

 (કપિલા શાહ દ્વારા) શિકાગોઃ અમેરીકામાં ગઇ છઠ્ઠી નવેમ્બરના રોજ મધ્યવર્તી ચુંટણી યોજાઇ ગઇ અને તેમાં હાઉસમાં કેમોક્રેટીક પાર્ટીના સભ્યો બહ્મતીમાં ચુંટાઇ આવતા વર્ષથી સત્તાના સૂક્ષો તેઓ હસ્તગત કરશે જયારે સેનેટમાં રીપબ્લીકન પર્ટીન સભ્યો બહુમતીમાં ચુંટાતા તેઓ સેનેટના સુત્રો આવતા વર્ષે હસ્તગીત કરશે જે કે હાલમાં સેનેટની હકુમત રીપબ્લીકન પાર્ટીના હાથમાં છે પરંતુ હાઉસ પરની પકડ તેમણે મધ્યવર્તી ચુંટણીના પરિણામો બાદ ગુમાવેલ છે અને તે સત્તા ડેમોક્રેટીક પાર્ટીના નેતાઓના હાથમાં આવેલ છે.

બંન્ને ગૃહોનું સંચાલન વ્યવસ્થીત રીતે થઇ શકે તે માટે બંધારણ અનુસાર હાઉસ માટે સ્પીકરની જોગવાઇ કરવામાં આવેલ છે અને સેનેટમાં પણ બહુમતી પક્ષને નેતાની વ્યવસ્થા કરવામાં આવેલ છે અને તેઓ નિયમ અનુસાર પોતાની ફરજો બજાવે છે. ચાલુ વર્ષે મધ્યવર્તી ચુંટણી થતા હાઉસમાં ડેમોક્રેટીક પક્ષ સત્તા પર આવતા તેમણે સ્પીકરના પદ માટે વરણી કરવાની હોય છે પરંતુ આ પક્ષે પાતળી બહુમતી મેળવી હોવાથી અનેક મુરતીયાઓ આ પદ માટે દાવેદારી કરી રહ્યા છે પરંતુ ૨૮મી નવેમ્બર આવતા સુધીમા આ પદ અંગેનું ચિત્ર સ્પષ્ટ થઇ જશે. ઇલીનોઇ રાજયમાં હાઉસના ડેમોક્રેટીક પાર્ટીન નેતાઓ પણ બે વિભાગમાં વહેચાઇ જવા પામેલ છે પરંતુ મોટા ભાગના નેતાઓ સ્પીકરના પદ માટે નેન્સી પલોસીની તરફેણ કરે છે.

ભૂતકાળમાં નેન્સી પલોસી આ પદ ભોગવી ચુલેલ છે પરંતુ સત્તામાં પલ્ટો આવતા આ પદ તેમણે ગુમાવવુ પડ્યું હતું. મોટા ભાગના ચુંટાયેલા નેતાઓ અનુભવી નેતા આ પદ ભોગવે એવું ઇચ્છી રહ્યા છે માટે આવનાર સમયમાં આ પદ કોના ફળે જાય છે તે તરફ સૌનું ધ્યાન કેન્દ્રિત થયેલું જોવા મળે છે.

(9:38 pm IST)
  • ઉપેન્દ્ર સુશવાહે સુશીલ મોદીને માર્યો તોળો ;કુશવાહે કહ્યું સૃજન કૌભાંડ વિષે પણ કંઈક બોલો ;રાલોસપ પ્રમુખ કુશવાહે કહ્યું કે તેની પાર્ટીને જેટલી સીટની ઓફર થઇ છે તે સન્માન જનક નથી :કુશવાહે ભાજપના નેતા અને નાયબ મુખ્યમંત્રી સુશીલ મોદીને મુખ્યમંત્રી નીતીશકુમારનો પડછાયો ગણાવ્યા અને નામ લીધા વિના કહ્યું કે એકધારા ટ્વીટ કરી કહ્યું કે કેટલાક લોકો પ્રચારના ભૂખ્યા તકવાદી અને સ્વભાવથી સતા લાલચુ હોય છે access_time 11:44 pm IST

  • ભરૂચના સ્ટેશન રોડ પર આવેલ હોટેલ એપલ ઇનના ચોથા અને પાંચમા માળને તંત્ર દ્વારા સિલ કરાયો:ગેરકાયદેસર બાંધકામના કારણે ભરૂચ અંકલેશ્વર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા લેવાયા access_time 6:46 pm IST

  • નર્મદા સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળવા રવિવારે પ્રવાસીઓનો જબરો ધસારો :ગઈકાલે 13,834 પ્રવાસીઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી :રવિવારે 31,51,360 રૂપિયાની આવક : 18 દિવસમાં કુલ 2,00,577 પ્રવાસીઓએ મુલાકાત લીધી.: 18 દિવસમાં સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટને 4,35,55,509 રૂપિયાની આવક થઈ. access_time 7:30 pm IST