Gujarati News

Gujarati News

News of Saturday, 19th October 2019

પાકિસ્તાનની અવળચંડાઇઃ કરતારપુર જવા માંગતા શીખ યાત્રાળુઓ પાસેથી ૨૦ ડોલર ફી લઇ કરોડો રૂપિયા કમાઇ લેવાની મેલી મુરાદઃ નવેં.માસમાં ગુરૂ નાનકદેવની ૫૫૦મી જન્મ જયંતિ પ્રસંગે વિશ્વભરમાંથી શીખો ઉમટી પડશે

જલંઘરઃ પાકિસ્તાનમાં આવેલા શીખોના તીર્થધામ કરતારપુર સહેબ ગુરૂદ્વારા મુકામે ઉજવાનારી ગુરૂનાનકદેવની ૫૫૦મી જન્મ જયંતિ નિમિતે વિશ્વભરમાંથી શીખ યાત્રાળુઓ ઉમટી પડશે.

આ ધાર્મિક સ્થળે રોડ રસ્તે જવા માટે ભારતના ગુરદાસપુર ડેરા બાબા નાનકથી કરતાર જવા માટે કોરિડોરનું નિર્માણ કરાયું છે. જે ૩૧ ઓકટો.૨૦૧૯ સુધીમાં તૈયાર થઇ જશે. પરંતુ આ રસ્તેથી કરતારપુર જવા ઇચ્છનાર યાત્રાળુઓએ ૨૦ ડોલર (અંદાજે ૧૪૨૦) રૂપિયા ફી પાકિસ્તાન સરકારને ચૂકવવાની રહેશે.

પાકિસ્તાન સરકારના આ નિર્ણય વિરૂધ્ધ શીખોમાં નારાજગી ફેલાઇ છે. ધાર્મિક યાત્રા માટે ફી લેવાથી ઓછી આવકવાળા લોકો તીર્થયાત્રા નહીં કરી શકે તેથી આ ફી ન લેવા પંજાબ સરકાર દ્વારા અનુરોધ કરાયો છે.

સાથોસાથ દૈનંદિન પાંચ હજાર યાત્રાળુઓ માટે પ્રવેશની જોગવાઇ કરાઇ છે. વર્ષ દરમિયાન આ સંખ્યા ૧૮ લાખ જેટલી થઇ શકે જે દરેક પાસેથી વસુલાતી રકમનો આંકડો ૨૫૯ કરોડ રૂપિયા જેટલો થઇ શકે.

(9:04 pm IST)