Gujarati News

Gujarati News

News of Friday, 18th October 2019

" 40 અન્ડર 40 " : અમેરિકાના 40 વર્ષથી ઓછી ઉંમરના 40 પ્રભાવશાળી વ્યવસાયિકોમાં 2 ઇન્ડિયન અમેરિકને સ્થાન મેળવ્યું

વોશિંગટન : ફોર્બ્સ મેગેઝીને 2019 ની સાલ માટે  બહાર પાડેલી અમેરિકાના 40 વર્ષની વયથી ઓછી ઉંમરના 40 પ્રભાવશાળી વ્યવસાયિકોની યાદીમાં  2 ઇન્ડિયન અમેરિકને સ્થાન મેળવ્યું છે.

આ બંને યુવા સાહસિકોમાં સુશ્રી અંકિતી બોઝ તથા શ્રી અર્જુન બંસલનો સમાવેશ થાય છે.જે પૈકી 27 વર્ષીય સુશ્રી અંકિતી Zilingo ના ફાઉન્ડર તથા ચીફ એક્ઝિક્યુટિવ છે.જયારે 35 વર્ષીય શ્રી બંસલ આર્ટીફીસીયલ ઇન્ટેલિજન્સ સોફ્ટવેર ના વાઇસ પ્રેસિડન્ટ છે.

(6:06 pm IST)