Gujarati News

Gujarati News

News of Friday, 19th October 2018

અમેરિકામાં માનવ તસ્કરી વિરુદ્ધ લડાઈ માટે ભારતીય મૂળના મહિલા સુશ્રી મીનલ પટેલને એવોર્ડ : પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પએ હાજરી આપી

વોશિંગટન : અમેરિકામાં માનવ તસ્કરી રોકવા માટે નીતિગત રીતે અનેક પ્રભાવશાળી પગલાં ઉઠાવવા બદલ ભારતીય મૂળના મહિલા સુશ્રી મીનલ પટેલને એવૉર્ડ એનાયત કરાયો છે.ગયા સપ્તાહમાં વ્હાઇટ હાઉસ ખાતે યોજાયેલા એવોર્ડ સેરિમની પ્રોગ્રામ દરમિયાન અમેરિકાના વિદેશ મંત્રી માઇક પોમ્પિયોએ સુશ્રી મીનલને પ્રેસિડેન્શિયલ એવોર્ડ આપી બહુમાન કર્યું હતું.આ પ્રસંગે પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પએ પણ હાજરી આપી હતી.

   સેરેમની બાદ તેઓએ કહ્યું, આ અત્યંત મહત્વની પળ છે.મારાં માતા-પિતા ભારતથી અહીં આવ્યા છે. મારાં પરિવારમાં હુ પહેલી છું જેનો જન્મ અમેરિકામાં થયો. આ હિસાબે થોડાં વર્ષો પહેલાં મેયર ઓફિસ અને ત્યારબાદ હવે વ્હાઇટ હાઉસ સુધી પહોંચવું અવિશ્વસનીય છે.

  સુશ્રી  મીનલની 2015માં હ્યૂસ્ટન મેયરના  વિશેષ સલાહકાર નિયુક્ત થઇ હતી. અમેરિકાના ચોથા સૌથી મોટાં શહેરમાં માનવ તસ્કરી રોકવા માટે તેઓએ નીતિગત રીતે અનેક પ્રભાવશાળી પગલાં ઉઠાવ્યા.

   તેઓ  સ્થાનિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે અનેકવાર શહેરમાં લાગુ થયેલી નીતિઓ પર પોતાનો મુદ્દો સામે લાવ્યા.સુશ્રી મિનલ યુનાઇટેડ નેશન્સની વર્લ્ડ હ્યુમનિટેરિયન સમિટના સ્પીકર પણ રહી ચુક્યા  છે. હાલમાં જ તેઓએ ગૃહ વિભાગના અનુરોધ પર ભારત અને કેનેડાની મુલાકાત લીધી હતી. આ બંને દેશોમાં તેઓએ તસ્કરી રોકવા માટે સરકારી અધિકારીઓ સાથે ચર્ચા પણ કરી હતી. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(9:03 pm IST)
  • ભારતીય રેલ્વેના જનસંપર્ક વિભાગના એડીજીએ જણાવ્યું કે, આ દુર્ભાગ્યજનક દુર્ઘટના છે. આ દુર્ઘટનામાં કેટલા લોકોના મોત થયા છે તેનો નિશ્ચિત આંકડો સામે નથી આવ્યો. દુર્ઘટના રાહત ટ્રેન ઘટના સ્થળ પર પહોંચી ગઈ છે. કેન્દ્રીય રેલ્વે રાજ્યમંત્રી પણ ઘટના સ્થળ પર જઈ રહ્યા છે. access_time 10:40 pm IST

  • સુરત :ન્યુ સિવિલ હોસ્પિટલની ઘટના:માનસિક વોર્ડમાં તબીબ અને દર્દી વરચે બોલાચાલી દર્દીએ ગુસ્સામાં આવી વોર્ડમાં તોડફોડ કરી:ખટોદરા પોલીસ ઘટના સ્થળે પહોંચી access_time 8:37 pm IST

  • રેલ રાજ્યમંત્રી મનોજ સિન્હા, રેલ્વે બોર્ડ પ્રમુખ અશ્વિની લોહાની, ઉત્તર રેલ્વેના જનરલ મેનેજર વાયુસેનાના વિશેષ વિમાનથી રાત્રે 11 કલાકે અમૃતસર જવા રવાના access_time 10:41 pm IST